આમુખ: GR date 07-10-2022
સામાન્ય વહિવટ વિભાગના વેંચાણે લીધા ક્રમાંક (૧) સામેના તા.૨૨/૦૫/૧૯૯૭ ના ઠરાવથી રાજ સરકારની નોકરીમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવાની જોગવાઇ કરવામાં આવેલ છે. આ ઠરાવન મુદ્દા નં(૮)માં વિધવા મહિલા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવાના સિદ્ધાંતો નિયત કરવામાં આવેલ સામાન્ય વહિવટ વિભાગના વંચાણે લીધા ક્રમાંક(ર) સામેના તા.૩૧/૦૮/૨૦૦૪ના પરિપત્રથી વિધવા મહિ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવાના સિદ્ધાંતોમાં સુધારો કરવામાં આવેલ છે. સામાન્ય વહિવટ વિભાગ વંચાણે લીધા ક્રમાંક(૩) સામેના તા.૦૧/૦૮/૨૦૧૮ના ઠરાવથી વિધવા મહિલા ઉમેદવારોને પ્રથમ પસંદ આપવાના સિદ્ધાંતો બાબતે સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
વંચાણે લીધા ક્રમાંક(૫)થી રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિ પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની કેન્દ્રીયકૃત રીતે ભરતી કરવામાં આવે રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિ શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોને પસંદગી માટે તક મળી રહે તે માટે જરૂ જોગવાઇ કરવાની બાબત બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
હરાવ:(ર)
પુખ્ત વિચારણાને અંતે રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી સમયે વિધવા મહિલા ઉમેદવારોને ૦૫ ટકા ગુણનો લાભ આપવાનું આથી હરાવવામાં આવે છે. આ માટે રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોને શિક્ષક યોગ્યતા કસોટી- TET(Teachers Eligibility Test-1 &2) પરીક્ષામાં મેળવેલ ગુણના ૫૦% ગુણ તથા તેની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના ૫૦% ગુણ આધારે તૈયાર થનાર આખરી મેરીટમાં વિધવા મહિલા ઉમેદવારને તેણીએ મેળવેલ ગુણના ૦૫%(પાંચ ટકા) ગુણ આપવાના રહેશે.
આ લાભ માત્ર એવી વિધવા મહિલા ઉમેદવારોને મળવાપાત્ર થશે કે, જેમણે ભરતી તથા નિમણૂંક સમયે પુન:લગ્ન ન કરેલ હોય. આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તા.૨૮/૦૯/૨૦૨૨ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડેલ છે.
આ ઠરાવ બહાર પાડ્યા તારીખથી અમલમાં આવશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
Full PDF CLICK HERE
GR date 15-10-2022
પ્રસ્તાવના :
શિક્ષણ વિભાગના વેંચાણે લીધેલ ક્રમાંક-(૧) અને વખતો વખતના સુધારા ઠરાવ સંદર્ભ (૨), (૩) અને (૪) થી જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા માટે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની લઘુત્તમ લાયકાતો નક્કી કરવામાં આવેલ હતી, જેમાં સંદર્ભ-(૫) મુજબના નામ.વડી અદાલતના ચુકાદા મુજબ સામાજિક વિજ્ઞાન વિષયના વિદ્યાસહાયકો માટે બી.એ. સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન કે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે ઉતિર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોની લાયકાતને માન્ય ગણવા અને ગણિત-વિજ્ઞાન વિષયના વિદ્યાસહાયકો માટે બી.એસ.સી.ની સ્નાતકની પદવીમાં પણ કોઈપણ મુખ્ય વિષય સાથે પાસ કરેલ હોય અને આવા અરજદારોએ ટેટ-૨ ની પરીક્ષા ઉતિર્ણ કરેલ હોય તો તેમની લાયકાતો એન.સી.ટી.ઈ.ના નોર્મ્સ મુજબ માન્ય ગણવા અને નિમણૂંક આપવા નિર્દેશ કરેલ હતો, જે અન્વયે સંદર્ભ ક્રમાંક (૬) મુજબની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની દરખાસ્ત વિચારણા હેઠળ હતી.
સુધારા ઠરાવ:
પુખ્ત વિચારણાના અંતે, નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણના વંચાણે લીધેલ ક્રમાંક-(૬)ના પત્ર મુજબની દરખાસ્ત તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતીની તારીખ ૦૨/૦૨/૨૦૨૨ ની બેઠકની કાર્યવાહી નોંધ (સંદર્ભ-૭) ધ્યાને લઇ સંદર્ભિત ક્રમાંક (૧) થી (૪) ની મૂળ જોગવાઇમાં નીચે મુજબ સુધારા ઠરાવ આથી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
GR date 29-09-2022
ઠરાવ :
વર્ષ-૨૦૧૯-૨૦ તથા વર્ષ-૨૦૨૦-૨૧ Covid-19ની મહામારીના કારણે રાજ્ય સરકાર હેઠળની ઘણી બધી જગ્યાઓ પર સીધી ભરતી સ્થગિત કરવામાં આવેલ છે. અથવા તો પાછી ઠેલવામાં આવેલ છે. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઘણા બધા ઉમેદવારો મહત્તમ વયમર્યાદા વટાવી ચૂકેલ હોય તે બનવા જોગ છે.
વંચાણે લીધેલ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૯/૦૯/૨૦૨૨ ના જાહેરનામાથી ગુજરાત જાહેર સેવા આયોગ તથા અન્ય ભરતી સત્તાઓ/એજન્સીઓ દ્વારા સીધી ભરતી કરવા પ્રસિધ્ધ કરાયેલ જાહેરાતોમાં ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવાની જોગવાઇ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં નિયમ: 16(H) આમેજ કરવામાં આવેલ છે. સચિવાલયના તમામ વિભાગો, તેમના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ/કચેરીના વડાઓ અને અન્ય તમામ
નિમણૂકી સત્તાઓ તેમજ ભરતી સત્તાઓ અને ભરતી એજન્સીઓને આ જાહેરનામાની જોગવાઇ સંબંધે નીચે મુજબની સૂચના આપવામાં આવે છે.
૧. ઉક્ત જાહેરનામા સંદર્ભે મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ, તા.૧/૯/૨૦૨૨ થી તા.૩૧/૮/૨૦૨૩ સુધીના સમયગાળામાં પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતોના સંદર્ભમાં મહત્તમ વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ લાગુ પડશે.
ર. સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૯/૦૯/૨૦૨૨ ના ઉક્ત જાહેરનામાની
જોગવાઇથી નીચે મુજબનો લાભ આપવાનો રહેશે.
(૧) જે જગ્યાના ભરતી નિયમોમાં ફક્ત સ્નાતકની શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓની સીધી ભરતી ઉક્ત સમયગાળામાં કરવામાં આવે તો મહત્તમ વયમર્યાદા ૩૬ વર્ષ ગણવાની તથા જે જગ્યાના ભરતી નિયમોમાં સ્નાતક કરતાં ઓછી હોઇ શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓની સીધી ભરતી ઉક્ત સમયગાળામાં કરવામાં આવે તો મહત્તમ વયમર્યાદા ૩૪ વર્ષ ગણવાની રહેશે.
(૨) ઉક્ત જાહેરનામા સંદર્ભે મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમ:-૮ ની પ્રવર્તમાન જોગવાઇ ઉપરાંતનો અને આ નિયમોની શરતોને આધીન આપવાનો રહે છે. એટલે કે, રાજ્ય સરકાર હેઠળ કેટેગરીઓ (SC/ST/OBC/EWS/Women)માં આરક્ષણનો લાભ મેળવતા ઉમેદવારોને વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ૪૫ વર્ષથી વધે નહિં તે મુજબ આપવાની રહેશે.
3. ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)નિયમો, ૧૯૯૮માં ઉક્ત સુધારા જાહેરનામા સંદર્ભે યોગ્ય સુધારા કરવા અંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને આથી સૂચના આપવામાં આવે છે.
૪. પ્રસ્તુત નિર્ણયનો અમલ રાજ્યવ્યાપી કરવાની હોઇ બોર્ડ, કોર્પોરેશન, નિગમ તથા રાજ્ય સરકાર હેઠળના અન્ય સત્તા મંડળો વગેરે જેવી પરોક્ષ રીતે રાજ્ય સરકાર હેઠળની જગ્યાઓમાં ઉક્ત સુધારા જાહેરનામા સંદર્ભે યોગ્ય તે કાર્યવાહી કરવા આથી સૂચના આપવામાં આવે છે.
“શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-૨૦૨૨ જાહેરનામું" “Teacher Eligibility Test-II (TET-II)-2022 Notification"
જાહેરનામાં ક્રમાંક:રાપબો TET-I /૨૦૨૨/૯૬ ૨૩-૯૭૦૯ ૦૯:૧૭/૧૦/૨૦૨૨
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા:૨૭-૦૪-૨૦૧૧ તથા તા: ૧૪-૦૭-૨૦૧૧, ૯:૦૩-૦૫-૨૦૧૨, તા:૧૮-૦૫-૨૦૧૨ અને તા.૧૫/૧૦/૨૦૨૨ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા ધોરણો નિયત થયેલ છે.
શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઇ-૧૧૧૧-૭૧૧-૩, તા:૨૭-૪-૨૦૧૧ થી ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “શિક્ષક યોગ્યતા કસોટી-ા” યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-I-૨૦૨૨ (Teacher Eligibility Test-I-2022)
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.
* શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II) નો કાર્યક્રમ.
જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ તા:૦૩/૧૨/૨૦૨૨ થી તા:૧૨/૧૨/૨૦૨૨ દરમ્યાન નિયત કરેલ પરીક્ષાની ફી (લેટ ફી રૂ.૨૦૦/- સહિત) ઓનલાઈન ભરી શકાશે.
હું શૈક્ષણિક લાયકાતની વિગતો
ઉચ્ચ પ્રાથમિક શાળા(ધોરણ ૬ થી ૮)માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે મૂળ ઠરાવથી નિયત કરેલ અને તેમાં વખતોવખત થયેલ સુધારા-વધારા મુજબની શૈક્ષણિક લાયકાત અને અન્ય જોગવાઇાશરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ શિક્ષક યોગ્યતા કસોટી-ના માં ઉપસ્થિત થઇ શકરો રીણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.
Full GR PDF click here
Other All GR Full useful in vidhyashayak bharati 2022.
Official website
Other Information : www.todayupdate.xyz
0 Comments