Subscribe Us

header ads

General Knowledge about the Solar System.

સૌરમંડળ

સૂર્યની આસપાસ ફરતા.


સૌરમંડળમાં મુખ્યત્વે સૂર્ય અને તેની આસપાસ પોતાના ઉપગ્રહો સહિત પરિભ્રમણ કરતા આઠ ગ્રહો – બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, પ્રજાપતિ (યુરેનસ) અને વરુણ(નેપ્ચ્યૂન)નો સમાવેશ થાય છે. પ્લૂટો (કુબેર) અને તેના જેવા કેટલાક સભ્યોને ટ્રાન્સ નેપ્યૂનિયન પદાર્થો અને વાર્ફ ગ્રહોની શૃંખલામાં મૂકવામાં આવ્યા છે. તેમાં પ્લૂટો ઉપરાંત સેરસ, હોમીઆ, મેકમેક અને એરિસનો સમાવેશ થાય છે. આ સભ્યો ઉપરાંત સૌરમંડળમાં ધૂમકેતુઓ, લઘુગ્રહો, ઉલ્કાઓ વગેરે પણ જોવા મળે છે.

સૂર્યની આસપાસ ગ્રહોની કક્ષા સંપૂર્ણ વર્તુળાકાર નથી. તે દીર્ધવર્તુળાકાર અંડાકૃતિવાળી છે. સૌરમંડળના ગ્રહો એક સમતલમાં રહે છે, કારણ કે તે બધાને સૂર્યના ગુરુત્વનું પ્રબળ ખેંચાણ છે. ગ્રહો તારાથી ભિન્ન છે, કારણ કે તેઓ તેમનો પોતાનોપ્રકાશ આપતા નથી. તેઓ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે તેથી પ્રકાશે છે.

સૂર્ય તેના ઉદ્ભવ-સમયે બાકી રહેલા વાયુઓ અને રજકણોથી ઘેરાયેલો હતો. તે તકતીના રૂપમાં સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરતા હતા. આ વાયુઓ અને રજકણોનું તાપમાન ઘટતાં તેમાંથી નાનકડા ગ્રહો જેવા પદાર્થો (planetestimals) બન્યા. આ પદાર્થો એકબીજા સાથે સતત અથડામણો અનુભવતા હતા. તેથી તેઓ વારંવાર ફંગોળાતા અને અલગ અલગ સ્થાનો પર ગોઠવાતા. મોટા કદના પદાર્થો નાના કદના પદાર્થોને આકર્ષતા ગયા. આમ થવાથી મોટા કદના પદાર્થો પર નાના કદના પદાર્થો સતત જમા થતા ગયા અને તેમનું કદ વધતું ગયું. પરિણામે ગ્રહો, તેમના ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ જેવા પદાર્થો અસ્તિત્વમાં આવ્યા. સૌરમંડળમાં બધું મળીને ૧૬૦થી પણ વધુ ઉપગ્રહો જોવા મળે છે.

ગ્રહોને તેમના ગુણધર્મો અને સૂર્યથી તેમના અંતરને આધારે બે વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે : આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો.


આંતરિક ગ્રહો : બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ – આ ચારેય ગ્રહો સૂર્યથી થોડાક નજીક આવેલા છે. તે ખડકાળ છે અને લગભગ સરખી ઘનતા ધરાવે છે. તેઓ બાહ્ય ગ્રહોની સરખામણીમાં નાના છે.

બાહ્ય ગ્રહો : ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યૂન – આ ચારેય ગ્રહો વિશાળકાય છે અને લગભગ સમાન બંધારણ ધરાવે છે. આ ગ્રહોની વિશિષ્ટતા તે તેમની ફરતા આવેલા વલયો છે. આ ગ્રહોનું બંધારણ મુખ્યત્વે વાયુમય છે અને તેઓની ઘનતા ઘણી ઓછી છે.


 • બુધ : તે સૌરમંડળનો સૌથી નાનો અને ખડકાળ ગ્રહ છે. તે સૂર્યની સૌથી નજીક રહેલો છે. સૂર્યથી તેનું સરેરાશ અંતર ૫૭૯ V 10 કિમી છે. બુધનો સરેરાશ વ્યાસ ૪૮૭૮ કિમી છે. દિવસે તેનું તાપમાન ૪૨૭ સે જેટલું ઊંચું જાય છે જ્યારે રાત્રિનું તાપમાન -૧૮૩ સે. જેટલું નીચું જાય છે, કારણ કે ઉષ્માનો સંગ્રહ કરવા માટે કોઈ વાતાવરણ નથી. તેને કોઈ ઉપગ્રહ નથી.
 • શુક : તે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ છે. સૂર્યથી શુક્રનું સરેરાશ અંતર ૧૦૮ ૨ ૫ ૧૦ કિમી છે. શુકનો સરેરાશ વ્યાસ ૧૨,૧૦૪ કિમી. છે. શુક નરી આંખે દેખાતો અત્યંત તેજસ્વી ગ્રહ છે. શુક્રને કાર્બન- ડાયોક્સાઇડનું પાટું વાતાવરણ છે. શુક્રના વાતાવરણનું દબાઊ પૃથ્વીના વાતાવરણ કરતાં ૯ગયું છે, તેથી તેની સપાટી પર કોઈ યાન ટકી શક્યું નથી. આ કારણથી શુક્રની સપાટીનું તાપમાન નહાઉસ અસર હેઠળ ૪૭૫ સે. કરતાં પણ વધુ રહે છે. તે કોઈ ઉપગ્રહ ધરાવતો નથી. શુઝ પર તેજબની વર્ષા થતી રહે છે.
 • પૃથ્વી : સૌરમંડળમાં પૃથ્વી એ અનન્ય ગ્રહ છે. તે સૌરમંડળનો એકમાત્ર મહ છે, જે જીવસૃષ્ટિ ધરાવે છે. સૂર્યથી તેનું સરેરાશ અંતર ૧૪૯ ૬ ૫ ૧૦ કિમી. છે. પૃથ્વીનો સરેરાશ વ્યાસ ૧૨,૭૫૬ કિમી. છે. પૃથ્વીનો તેના ધ્રુવો આગળનો ભાગ સહેજ ચપટો છે. તેના વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન-ડાયોક્સાઇડ અને પાણીની વરાળ જુદા જુદા પ્રમાણમાં રહેલા છે. પૃથ્વી એ સૌરમંડળનો સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહે છે. પૃથ્વીની સપાટીનો ૩૪ ભાગ મહાસાગરોથી ઘેરાયેલો છે. પૃથ્વી પર પેય જળ અંદાજે ૩ % છે. અન્ય ગ્રહોની સરખામણીમાં પૃથ્વીની અંદરની બાજુ ખૂબ સક્રિય છે. પૃથ્વીને સૂર્યની આસપાસ એક ચક્કર લગાવતાં ૩૬૫૧ ૪ દિવસ લાગે છે. પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ફરે છે. પોતાની ધરી પરનું ચક્કર લગાવતાં તેને લગભગ ૨૪ કલાક લાગે છે. પૃથ્વીના પોતાના ધરી પર કરવાને લીધે આપણને દિવસ ઊગતો અને આથમતો લાગે છે. તેના સૂર્યની આસપાસ ફરવાને લીધે ઋતુઓ થાય છે. પૃથ્વી એક ઉપગ્રહ પરાવે છે. તેનું નામ ચંદ્ર છે.
 • મંગળ : તે પૃથ્વી અને શુક્ર બંને કરતાં નાનો ગ્રહ છે. મંગળ સૌરમંડળનો રાતો ગ્રહ છે. તેનું સૂર્યથી સરેરાશ અંતર ૨૨૭૯ V ૧૦ કિમી. છે. તેનો સરેરાશ વ્યાસ ૬૭૯૫ કિમી. છે. મંગળની સપાટીનું તાપમાન -૧૩૩ સે.થી ૨૭ સે. જેટલું હોય છે. મંગળનું વાતાવરણ પાતળું છે અને મુખ્યત્વે કાર્બન- ડાયૉક્સાઇડ (૯૫૪) ઉપરાંત અન્ય વાયુઓનું બનેલું છે. મંગળ બે ઉપગ્રહો ધરાવે છે.
 • ગુરુઃ સૌરમંડળનો સૌથી વિશાળ ગ્રહ છે. તેનું સૂર્યથી સરેરાશ અંતર ૭૭૮-૩ V ૧૦ કિમી. છે. તેનો સરેરાશ વ્યાસ ૧,૪૨,૮૦૦ કિમી. છે. ગુરુ મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનો બનેલો છે. આ ગ્રહ શુક્ર પછી સૌથી વધુ તેજસ્વી રીતે પ્રકાશે છે. તેની સપાટીનું સરેરાશ તાપમાન -૧૨૧ સે. છે. ગુરુનું ઘટ્ટ વાતાવરણ આછા અને ઘાટા રંગીન પટ્ટાઓ જેવું દેખાય છે. ગુરુને ૬૭ ઉપગ્રહો છે, પરંતુ તેમાંથી ચાર મોટા ઉપગ્રહો છે.
 • શનિ : તે સૌરમંડળનો સૌથી સુંદર ગ્રહ છે. તેનું સૂર્યથી સરેરાશ અંતર ૧૪૨૭૫ ૧૦ કિમી. છે. તેનો સરેરાશ વ્યાસ ૧,૨૦,૦૦૦ કિમી. છે. શિનની સપાટીનું સરેરાશ તાપમાન -૧૩૦ સે. છે. નિ ઓછી ઘનતા ધરાવે છે. હાઇડ્રોજન અને હિલિયમ – તેના મુખ્ય ઘટકો છે. શિન ઘણાબધા સુંદર, સમકેન્દ્રી વલયો ધરાવે છે. આ વલયો મૂળભૂત રીતે અસંખ્ય બરફના ટુકડાઓ અને ખડકોના બનેલા છે. નરી આંખે શનિ આકાશમાં પીળાશ પડતા રંગનો દેખાય છે. શનિને દ૨ ઉપગ્રહો છે, પરંતુ તેમાં ટાઇટન નામનો ઉપગ્રહ સૌથી વિશાળ છે. તે ગાઢ વાતાવરણ ધરાવે છે.
 • યુરેનસ : યુરેનસ તેની ધરીની આસપાસ ફરે છે. તેનું ધરીની આસપાસનું ભ્રમણ ખૂબ જ અસાધારણ છે. તેનું સૂર્યથી સરેરાશ અંતર ૨૮૭૦૪ ૧૦ કિમી. છે. તેનો સરેરાશ વ્યાસ ૫૦,૮૦૦ કિમી. છે. યુરેનસની સપાટીનું સરેરાશ તાપમાન -૨૦૫ સે. છે. યુરેનસને સામાન્ય રીતે નરી આંખે જોઈ શકાતો નથી. તે ગુરુ અને શિન કરતાં વધારે ઘનતા ધરાવે છે. ટેલિસ્કોપની મદદથી શોધાયો હોય તેવો આ પ્રથમ ગ્રહ છે. તેને ઓછામાં ઓછા ૨૭ ઉપગ્રહો છે.
 • નેપ્ચ્યૂન : તે સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે. તેનું સૂર્યથી અંતર ૪૫૦૪ v ૧૦ કિમી. છે. તેનો સરેરાશ વ્યાસ ૪૮ ૫૦ કિમી. છે. તેના વાતાવરણમાં મોટો ભાગ મિથુનથી છવાયેલો છે. તે અનેક ઉપગ્રહો ધરાવે છે. નેપ્ચ્યૂન પર ઘણા ધબ્બા જોવા મળે છે. તેમાંથી સૌથી વિશાળ ધબ્બો ગ્રેટ ડાર્ક સ્પોટ' તરીકે જાણીતો છે. તે ૧૪ ઉપગ્રહો ધરાવે છે.
 • પ્લુટો : ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IA) દ્વારા ૨૦૦૬માં અપાયેલી ગ્રહની વ્યાખ્યા મુજબ પ્લૂટોને ગ્રહની શ્રેણીમાંથી હઠાવી લેવામાં આવ્યો છે. તે અત્યાર સુધી સૌરમંડળના સૌથી નાના, સૌથી દૂરના અને સૌથી ઓછું તાપમાન ધરાવતા એક તરીકે ઓળખાતો હતો. તે વામનગ્રહ તરીકે ઓળખાય છે. તેને ‘પ્લૂટોઇડ' પણ કહે છે. તે પાંચ ઉપગ્રહો ધરાવે છે. લઘુપ્રતી : ખાસ કરીને મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે રહીને સૂર્યની આસપાસ હજારો નાના ગ્રહો ભ્રમણ કરે છે. આવા ગ્રહો લઘુગ્રહો કહેવાય છે. તે નાના અનિયમિત આકારના ધાતુ કે ખડકોના અથવા બંનેના મિશ્રણના બનેલા છે.
 • ધૂમકેતુઓ : તેઓ સૌરમંડળના જ સભ્યો છે. અને સૂર્યની આસપાસ ઘૂમતા હોય છે. સૂર્યની આસપાસ તેમની ભ્રમણકક્ષા ખૂબ જ લાંબી ઉપવલયાકાર હોય છે. ઘણાખરા ધૂમકેતુઓ સૌરમંડળની બહારની બાજુએ હોય છે. કેટલાક સૂર્યની નજીક આવે ત્યારે તેમનો માથાનો ભાગ ઝળકે છે અને લાંબી પૂંછડી લિસોટાની જેમ પ્રકાશિત થાય છે. આને કારણે મનોહર દશ્ય જોવા મળે છે.
 • ઉલ્કાપિડો : તેઓ અવકાશમાં રહેલા નાના કાળ પદાર્થો છે. ઉલ્કાપિંડી લોખંડ અને ખડકોના બનેલા હોય છે. તે લઘુગ્રહોની આંતર- અથડામણમાંથી પેદા થતા હોય છે. જયારે ધૂમકેતુઓ ટુકડાઓમાં વિભાજિત થાય ત્યારે પણ તે ઉત્પન્ન થાય છે. કેટલીક ઉલ્કાઓ (meteoroids) પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે તેમના પ્રચંડ વેગને કારણે થતા ઘર્ષણબળથી સળગવા લાગે છે અને સળગતા ગોળા કે ખરતા તારા જેવી લાગે છે
 • કાઈપર બેલ્ટ (Kuipper Belt) : સૌરમંડળના ગ્રહોના વિસ્તાર નેપ્ચ્યૂન પછીનો આ પટ્ટા જેવો વિસ્તાર છે. તકની જેવો આ વિસ્તાર બરફીય પદાર્થો ધરાવે છે. થોડા વર્ષો પહેલાં જ આ વિસ્તાર શોધવામાં આવ્યો છે, પરંતુ ૧૯૫૧માં ગેરાર્ડ કાઇપર નામના ખગોળશાસ્ત્રીએ તેના અસ્તિત્વની શક્યતા જણાવી હતી. આ પટ્ટામાંથી આવતા ધૂમકેતુઓ ૨૦ વર્ષોથી ઓછો આવર્તકાળ ધરાવે છે. પ્લુટો પણ તેનો સભ્ય છે.
 • ઉર્ટ વાદળ : આ પ્રકારના વાદળના અસ્તિત્વની શક્યતા ૧૯૫૦માં જેન ઊર્ટ નામના ચ ખગોળશાસ્ત્રીએ જણાવી હતી. ઊર્ટ' વાદળ સૌરમંડળની બહારનો અંતિમ છેડો છે જ્યાં સૂર્યની ભૌતિક અસરનો અંત આવી જાય છે. આ વાદળ અનેક બરફીય પદાર્થો ધરાવે છે. આ વાદળને ઓપિક – ઊર્ટનું વાદળ પણ કહે છે. તેમાં દશ અબજથી વધારે ધૂમકેતુઓ આવેલ છે. કોઈ કોઈ તેની નજીકથી પસાર થતા તારાના પ્રભાવથી છૂટા પડવાથી ફેંકાઈ જાય છે અને સૂર્યની ઘણી લાંબી કક્ષામાં ધૂમકેતુ રૂપે ગોઠવાય છે.

Post a Comment

0 Comments