Subscribe Us

header ads

SEB/202223/22 - TET-II - Science / Maths Subject - English Medium - 202223

  1. Advt No. SEB/202223/22
  2. Title SEB/202223/22 - TET-II - Science / Maths Subject - English Medium - 202223
  3. ENDS ON (dd/mm/yyyy)05/12/2022 15:00:00
  4. Fees 350 
  5. Contact Info.1800 233 7963
=====================================
જિલ્લા/નગર શિક્ષઊ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દૂ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત.

ગુજરાત સરકાર,
શિક્ષણ વિભાગ,

ઠરાવ ક્રમાંકઃ પીઆરઇ-૧૧૧૨-સીંગલ ફાઇલ-૭-ક, સચિવાલય, ગાંધીનગર. નાઃ ૨૦-૦૪-૨૦૧૨વંચાણે લીધાઃ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીના તા.૧૨-૪-૨૦૧૨ની સીંગલ ફાઇલ પરની દરખાસ્ત.

પ્રસ્તાવના

રાજયમાં તા.૦૧-૦૪-૨૦૧૮થી Right to Education Act, 2009 ના અમલ શરૂ કરવામાં આવેલ છે. તેની જોગવાઇઓ પ્રમાણે ધોરણ-૮ને પ્રાથમિક શિક્ષણ વિભાગમાં તબકકાવાર સામેલ કરવામાં આવે છે અને પ્રાથમિક શિક્ષણને બે તબકકા 
(a) પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૧ થી ૫) અને 
(b) ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮)માં વહેંચવામાં આવેલ છે. 

Right to Education Act, 2009 ની જોગવાઇઓથી મળેલ સત્તાનુસાર NCTE એ પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના શિક્ષકોની લાયકાતો નક્કી કરી છે અને શિક્ષક પોગ્યતા પરીક્ષા (TET) પાસ કરી હોવાનું શિક્ષક થવા માટે જરૂરી બનાવ્યું છે. ગુજરાતમાં ગુજરાતી માધ્યમ સિવાય બીજા માધ્યમો જેમ કે, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, મરાઠી, સિન્ધી, તેલુગુ વગેરે માધ્યમની શાળાઓ છે. આ માધ્યમોના શિક્ષકોની ભરતી માટે પણ TET ફરજિયાત છે. 

ગુજરાતી સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ બહોળા પ્રમાણમાં છે, હિન્દીની શાળાઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં છે અને હિન્દી રાષ્ટ્રિય ભાષા હોઇ આ ત્રણેય માધ્યમોમાં TET લઇ શકાય છે. નિજ્ઞ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ-૧ થી ૫ )ના શિક્ષક થવા માટે ધોરણ-૧૨ પાસ થવું અને P.T.C.થવું જરૂરી છે. તે જ પ્રમાણે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની છે. આ બન્ને શૈક્ષજિક લાયકાત (ધોરણ-૧૨ અને સ્નાતક કક્ષા)ની પરીક્ષાઓ ફક્ત ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં જ ગુજરાત રાજયમાં લેવામાં આવે છે. જેથી દરેક ઉમેદવાર આ ત્રણ પૈકી એક માધ્યમ સાથે તો પરિચિત હોય છે. સાથે સાથે જે માધ્યમના શિક્ષક થવું છે અને જો આ માધ્યમ આ ત્રણ ભાષાઓ કરતા જુદી હોય તો તે માધ્યમમાં તે ભણાવી શકે અને તેનું જ્ઞાન હોય તે પણ જરૂરી છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં લેતા જુદા જુદા માધ્યમો માટે TET કયા ક્યા માધ્યમમાં લેવી અને બીજા માધ્યમો માટે કેવી જોગવાઇઓ કરવી તે સમગ્ર બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઉપરોક્ત વિગતોને ધ્યાને લેતા જુદા જુદા માધ્યમોમાં પ્રાથમિક શિક્ષણ ( ધોરણ-૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ- ૬ થી ૮)ના શિક્ષક થવા માટે TET માટે સરકાર સધન વિચારણાને અંતે નીચે મુજબ કરાવે છે.

(૧) ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમની પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક થવા માટે:

ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમની શાળાઓમાં શિક્ષક થવા માટે ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ આ ત્રણે ત્રણ માધ્યમોમાં શિક્ષક પોગ્યતા પરીક્ષા (Teachers Eligibility Test-TET) લેશે અને જે ઉમેદવાર જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છા ધરાવતા હશે તે જ માધ્યમની શિક્ષક યોગ્યતા પરીક્ષા (TET) તેઓએ પરીક્ષાના નિયમોનુસાર પાસ કરવાની રહેશે. આ ત્રણે ત્રણ માધ્યમ માટે ફક્ત ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પોજવામાં આવતી શિક્ષક યોગ્યતા પરીક્ષા જ ધ્યાને લેવામાં આવશે. કેન્દ્ર સરકારે લીધેલ Central Teachers Eligibility Test કે બીજા કોઈ રાજયમાં લેવામાં આવેલ આ પૈકી કોઇપણ માધ્યમની શિક્ષક યોગ્યતા પરીક્ષા માન્ય ગણાશે નહીં.

(1) ઉપરોકત ત્રણ માધ્યમ સિવાય બીજા માધ્યમો જેમ કે, ઉર્દૂ, તેલુગુ, મરાઠી જેવા માધ્યમોની શાળાઓમાં શિક્ષક થવા માટે: ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સિવાયની જે પ્રાથમિક શાળાઓ રાજયમાં આવેલી છે તે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક થવા માટે ઉમેદવારે:

(2) ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમની શિક્ષક યોગ્યતા પરીક્ષા પૈકી કોઇપણ એક માધ્યમ લઇને શિક્ષક યોગ્યતા પરીક્ષા પાસ કરવાની રહેશે અને

(3) જે માધ્યમની શાળામાં શિક્ષક થવા ઇચ્છતા હોય તે માધ્યમની કોઇપણ શાળામાં ધોરણ-૧૦ સુધી ભણેલા હોવા જોઇએ અથવાઅને ધો૨ણ-૧૧ અને ૧૨માં તે માધ્યમ એક વિષય તરીકે લીધેલ હોવા જોઇએ અથવા P.T.C.ની પરીક્ષા જે તે માધ્યમમાં પાસ કરેલી હોવી જોઇએ.

અથવા

(3) ગુજરાત રાજય સિવાય અન્ય કોઇપણ રાજયમાં લેવાયેલ શિક્ષક યોગ્યતા પરીક્ષા અથવા CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી કેન્દ્રીય શિક્ષક યોગ્યતા પરીક્ષા ( Central Teachers Eligibility Test) જે તે માધ્યમમાં શિક્ષક યોગ્યતા પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ.

દા.તઃ કોઇ ઉમેદવારને ઉર્દૂ માધ્યમની શાળામાં પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક થવું હોય તો તેઓએ ગુજરાતમાં લેવાતી ગુજરાતી, અંગ્રેજી અથવા હિન્દી માધ્યમની TET પાસ કરવી પડશે અને ધોરણ-૧૦ સુધી ઉર્દૂ માધ્યમની શાળામાં અભ્યાસ કરેલો હોવો જોઇશે અથવા ધોરણ-૧૧ અને ૧૨માં એક વિષય તરીકે લીધેલ હોવો જોઇએ. ગુજરાતની આ ત્રણેય માધ્યમોની શિક્ષક યોગ્યતા પરીક્ષા પાસ ના કરી હોય તો ઉર્દૂ માધ્યમમાં બીજા કોઇપણ રાજયમાં શિક્ષક યોગ્યતા પરીક્ષા લેવાતી હોય તો તે અથવા કેન્દ્રીય શિક્ષક યોગ્યતા પરીક્ષા (Central Teachers Eligibility Test) ઉર્દૂ માધ્યમમાં પાસ કરેલી હોવી જોઇએ.

શિક્ષક થવા માટે તા.૨૭-૪-૨૦૧૧ના ઠરાવ અને તેમાં થયેલ વખતોવખત સુધારા પ્રમાણેની લાયકાતો અને શિક્ષક યોગ્યતા પરીક્ષાના નિયમો યથાવત રહેશે, જે ઉમેદવારે સંતોષતા હોવા જોઇએ.

ગુજરાત રાજયના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

======================================
Online apply Click here
======================================

પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી / પરીક્ષા−II 
( ધોરણ ૬ થી ૮) 
( Elementary Teacher Eligibility Test -II )
  • The implementation of Right to Education Act, 2009 has been started in the state from 01-04-2018. According to its provisions, class-8 is included in the primary education department phase by phase and primary education is divided into two phases.
  • (a) Primary Education (Standards-1 to 5) and
  • (b) Divided into Upper Primary Education (Standards-6 to 8).
  • The NCTE, empowered by the provisions of the Right to Education Act, 2009, has prescribed the qualifications of teachers of primary education and upper primary education and has made it necessary to pass the Teacher Eligibility Test (TET) to become a teacher. Apart from Gujarati medium, there are schools in other mediums like English, Hindi, Urdu, Marathi, Sindhi, Telugu etc. TET is also mandatory for recruitment of teachers of these mediums.
  • Along with Gujarati, English medium schools are also in abundance, Hindi schools are also in good proportion and Hindi being the national language, TET can be taken in all these three mediums. To become a specialist primary education (class-1 to 5) teacher, it is necessary to pass class-12 and become P.T.C. Similarly, the minimum educational qualification for upper primary education is graduation level. Both these educational qualifications (standard-12th and graduation level) exams are conducted only in Gujarati, English and Hindi in the state of Gujarat. So every candidate is familiar with one of these three mediums. Also, it is necessary to be able to teach and have knowledge of the medium in which one wants to become a teacher and if this medium is different from these three languages. Taking into account all these matters, the whole matter of taking TET in which medium for different mediums and how to make provisions for other mediums was under the consideration of the government. Taking into consideration the above details, the Government finally makes the following consideration for TET for Primary Education (Class-1 to 5) and Upper Primary Education (Class- 6 to 8) teachers in different mediums.

Post a Comment

0 Comments