TET (Teacher Eligibility Test) પ્રમાણપત્રની મુદત વધારવા બાબત, ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : પીઆરઇ-૧૧૨૦૧૧-સિ.કા. સચિવાલય, ગાંધીનગર
તારીખ : ૨૨/૧૦/૨૦૨૧
વંચાણે લીધો
(૧) શિક્ષણ વિભાગનો તારીખ ૨૭/૦૪/૨૦૧૧નો ઠરાવ ક્રમાંક : પીઆરઇ/૧૧૧૧/૭૧૧/૬
(૨) શિક્ષણ વિભાગનો તારીખ ૦૫/૦૬/૨૦૧૩નો ઠરાવ ક્રમાંક : પીઆરઇ/૧૧૧૧/૭૧૧/ક
(3) NCTE F.No. NCTE-Reg1011/78/2020-US (Regulation)-HQ/99954-99992 Dt. 09/06/2021
(૪) નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની તારીખ ૧૦/૦૬/૨૦૨૧ની TET (Teacher Elig|bility Test) પ્રમાણપત્રની મુદત વધારવા અંગે કરેલ દરખાસ્ત.
પ્રસ્તાવના
- આ વિભાગના તારીખ ૨૭/૦૪/૨૦૧૧ ના વંચાણે લીધા ક્રમાંક (૧) હેઠળના ઠરાવથી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક શિક્ષકની ભરતી માટે શિક્ષક યોગ્યતા કસોટી (TET) લેવાનું હરાવેલ છે. આ ઠરાવમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક શિક્ષક તરીકે નિમણુંક મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ TET-1 (ધોરણ ૧ થી ૫ માટે) અને TET-2 (ધોરણ ૬ થી ૮ માટે) ફરજીયાત પાસ કરવાની રહેશે. તેમજ TET-1 અને TET-2 નું પ્રમાણપત્ર ૫ વર્ષ સુધી માન્ય રહેશે તેવી જોગવાઇ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ વિભાગના તારીખ ૦૬/૦૬/૨૦૧૩ ના વંચાણે લીધા ક્રમાંક (૨) હેઠળના ઠરાવથી તા. ૨૭/૦૪/૨૦૧૧ના ઠરાવના ફકરા નં. ૫ માં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ હતો.
- શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા અવધિ પાંચ વર્ષની રહેશે, પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી કોઇપણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરીટ માટે એક કરતા વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવાર ઇચ્છે તો શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક શિક્ષક માટે તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બંને માટે આપી શકશે."
- પાછળ તાજેતરમાં Natlonal Council of Teachers Education (NCTE) દ્વારા તારીખ ૦૯/૦૬/૨૦૨૧ ના વંચાણે લીધા ક્રાંક (૩) હેઠળના પત્રથી શિક્ષક યોગ્યતા કસોટી (TET) ના ક્વોલિફાઇંગ પ્રમાણપત્રની માન્યતા ૭ વર્ષથી વધારી આજીવન કરવામાં આવેલ છે. આ સુધારા અનુસંધાને નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક (૪) હેઠળના તારીખ ૧૦/૦૬/૨૦૨૧ ના પત્રથી TET (Teacher Eligibility Test) પ્રમાણપત્રની મુદત વધારવા અંગે દરખાસ્ત કરેલ હતી, જે અન્વયે TET (૧ & ૨) ના પ્રમાણપત્રની માન્યતા અવધિમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પુખ્ત વિચારણાને અંતે, આ વિભાગના તારીખ ૦૬/૦૬/૨૦૧૩ના ઠરાવના ક્રમાંક ૩ થી નક્કી થયેલ જોગવાઇમાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે.
“શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા સષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૦ માં સૂચવ્યા મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી રહેશે. આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવેલ નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી, પણ કોઇ પણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરીટ માટે એક કરતા વધુ વખત પરીક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં ઉમેદવાર વિદ્યાસહાયક શિક્ષકની ભરતીમાં ઉમેદવારી નોંધાવતી વખતે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે જ ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવાર ઇચ્છે તે શિક્ષક યોગ્યતા કસોટી પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક બંને માટે આપી શકશે.
જે ઉમેદવારોએ અગાઉ શિક્ષક યોગ્યતા કસોટી TET (૧ & ર) પાસ કરેલ છે અને તેમના પ્રમાણપત્રમાં આ વિભાગના તારીખ ૨૭/૦૪/૨૦૧૧ અને તારીખ ૦૬/૦૬/૨૦૧૩ના ઠરાવ મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્યતા અવધિ ૫ વર્ષની સુધીની રાખેલ છે તેવા ઉમેદવારોના કિસ્સામાં પણ આ ઠરાવની જોગવાઇ સમાન રીતે લાગુ પડશે. જે ઉમેદવારોના પ્રમાણપત્રની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થઇ ગયેલ હોય તેવા ઉમેદવારોના કિસ્સામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રમાણપત્ર માન્ય કરવાનું નવેસરથી પ્રમાણપત્ર ફાળવવાનું રહેશે નહીં.”
તા. ૨૭/૦૪/૨૦૧૧ અને તા. ૦૬/૦૬/૨૦૧૩ના ઠરાવની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે. આ ઠરાવ આ વિભાગની સરખી કાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ ૦૮/૧૦/૨૦૨૧ની નોંધ પર મળેલ મંજુરી અન્વયે પ્રસિધ્ધ કરવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
(જે. એચ. હેડંબા)
ઉપ સચિવ
શિક્ષણ વિભાગ
- માન. મંત્રીશ્રી (શિક્ષણ), માન. મંત્રીશ્રી (શિક્ષણ) નું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર.
- માન. રા.ક.મંત્રીશ્રી (શિક્ષણ), માન. રા.ક.મંત્રીશ્રી (શિક્ષણ) નું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-ર, સચિવાલય, ગાંધીનગર
- નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ,ગુજરાત રાજ્ય, ગાંધીનગર, અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-૨૧, ગાંધીનગર.
- શાસનાધિકારીશ્રી, શહેરી વિસ્તાર, બહુમાળી ભવન, પશ્ચિકાશ્રમ પાસે, ગાંધીનગર,
- સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સમગ્ર શિક્ષા અભિયાન, સેક્ટર-૧૭, ગાંધીનગર સચિવશ્રી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, શિક્ષણ વિભાગ, મચિવાલય, ગાંધીનગર,
- અગ્રસચિવશ્રી. શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- સિસ્ટમ મેનેજરશ્રી, કોમ્પ્યુટર સેલ, શિક્ષણ વિભાગ, સચિવાલય વિભાગની વેબસાઇટ પર અપલોડ કરવા સારુ.)
- નાયબ સેક્શન અધિકારી સિલેક્ટ ફાઇલ,
- શાખા સિલેક્ટ ફાઇલ,
Tet 1 and 2 exam form Official website
0 Comments