Subscribe Us

header ads

GK ONLINE QUIZ : 02

 


➲ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ) 

1. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

(A) ભારતે ‘વસુધૈવટુંબકમ્'ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. 

(B) મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે ! – સ્વામી વિવેકાનંદ.

(C) ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા.

(D) પ્રાચીન ભારતના જયોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.


2. તાજમહેલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું ?

(A) ભૂમિપ્રદૂષણ

(B) જળપ્રદૂષણ

(C) વાયુપ્રદૂષણ

(D) ધ્વનિપ્રદૂષણ


3. આપણા અમૂલ્ય પ્રાકૃતિક વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં કરેલી જોગવાઈઓમાં એકનો સમાવેશ થતો નથી.

(A) નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ થાય છે.

(B) વન અને વન્યજીવોના જતન માટે લોકજાગૃતિ કેળવીએ.

(C) આપણે આપણા પર્યાવરણ (જંગલો, પર્વતો, નદીઓ)ને બચાવીએ.

(D) સાંસ્કૃતિક વારસાનું સન્માન કરી તેનું સંરક્ષણ કરવું એ આપણા સૌની પવિત્ર ફરજ બને છે.


4. રાષ્ટ્રીય સંગ્રહાલય : નવી દિલ્હી; રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય : .....................

(A) મુંબઈ

(B) ગાંધીનગર

(C) કોલકાતા

(D) ભોપાલ


5. વિવિધતામાં એકતા - વિશે એક વિધાન સંલગ્ન છે.

(A) સામવેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે.

(B) ભારત એક સાંપ્રદાયિક રાષ્ટ્ર છે.

(C) વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. 

(D) ભારતમાં વિવિધ લોકો વિશ્વબંધુત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.


6. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન....................

(A) સર્વસુલભ સંસાધન 

(B) સામાન્ય સુલભ સંસાધન 

(C) વિરલ સંસાધન

(D) એલ સંસાધન


7. જમીનનું નિર્માણ મૂળ ખડકોના મળવા વાળા પદાર્થોથી થાય છે.

(A) ખવાણ અને ઘસારાથી 

(B) સ્થળાંતર અને સ્થગિતતાથી 

(C) અનુક્રમ અને વિક્રમથી

(D) ઊર્ધ્વ અને શીર્ષથી


8. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે ?

(A) કાંપની જમીન

(B) લેટેરાઇટ જમીન

(C) કાળી જમીન

(D) રાતી અથવા લાલ જમીન


10. વર્ગખંડમાં સંસાધન વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન કર્યું વિધાન યોગ્ય નથી ?

(A) મીત : સંસાધન એ સ્રોત છે.

(B) પ્રીત : કોઈ પણ વસ્તુ માનવજરૂરિયાતો પૂરી કરવા કામમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે.

(C) જીત : કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. 

(D) યેશા : કુદરતી સંસાધનમાં બિનઉપયોગિતા ગુણધર્મ હોવો જરૂરી છે.


9. હાલમાં ભારતીય ખેત સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય .............................. પ્રકારોમાં વહેંચવામાં આવી છે.

(A) સાત

(B) સોળ

(C) પાંચ

(D) આઠ

11. એક જોડકું સાચું નથી.

(A) વ્યક્તિગત સંસાધન-જમીન, મકાન

(B) રાષ્ટ્રીય સંસાધન-આંતરરાષ્ટ્રીય વ્યાપાર

(C) વિરલ સંસાધન-વિશ્વના બધાં રાષ્ટ્રોની સહિયારી માલિકીનાં સંસાધન

(D) એકલ સંસાધન-કાર્યોલાઇટ


12. જમીન-નિર્માણ માટે એક વિધાન સાચું છે.

(A) તે નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે.

(B) તે મૂળખડકોનાં ખવાણ અને ધોવાણથી મળવાવાળા પદાર્થોથી થાય છે જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે.

(C) તે લાવાયિક ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા ધરાવે છે. 

(D) તે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકાય પદાર્થોના નિવારણથી થયેલ છે.


13. એક જમીનનો વિકાસ સૂકી અને અર્ધસૂકી આબોહવાકીય પરિસ્થિતિમાં થયેલ છે, તે રેતાળ, ઓછી ફળદ્રુપ હોય છે અને તેમાં દ્રાવ્યતારોનું પ્રમાણ વધુ હોય છે. તો તે કઈ જમીન હોઈ શકે ?

(A) પડખાઉ જમીન

(B) દલદલ જમીન

(C) જંગલ પ્રકારની જમીન

(D) રણ પ્રકારની જમીન


14. કાળી જમીનને ઓળખો.

(A) બાંસવાડા, ભીલવાડા, ઉદયપુર, ડુંગરપુર

(B) નર્મદા, તાપી, ડાંગ, વડોદરા

(C) અલમોડા, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ

(D) અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, કશ્મીર


15. નીચે જમીનના પ્રકાર અને કૃષિપાકોની ગોઠવણી દર્શાવેલ છે, તો કઈ ગોઠવણી સાચી નથી ? 

(A) જંગલ પ્રકારની જમીન - ઘઉં, મકાઈ, જવ, ડાગર, તેજાના

(B) પડખાઉ જમીન કપાસ, ડાંગર, રાગી, શેરડી, કાજુ

(C) રાતી કે લાલ જમીન : કપાસ, અળસી, સરસવ, મગફળી, બટાટા

(D) કાંપની જમીન : ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ


16. ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કર્યો છે ? 

(A) ઘુડખર

(B) રીંછ

(C) વાધ

(D) દીપડા


17. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત)નું નિયંત્રણ હોય તે જંગલો....................

(A) ગ્રામ્ય વનો

(B) અભયારણ્ય જંગલ

(C) સામુદાયિક જંગલ

(D) ઝૂમ જંગલ


18. વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે ?

(A) બાર લાખ

(B) એકવીસ લાખ

(C) સાત લાખ

(D) પંદર લાખ


19. બળતણની જરૂરિયાત માટે લાકડાંના વપરાશને બદલે જે વિકલ્પો અપનાવવા જેઈએ તેમાં એકનો સમાવેશ થતો નથી.

(A) સૌરઊર્જા

(B) કુદરતી વાયુ

(C) વિદ્યુતશક્તિ

(D) બાયોગેસ


20. ભારતના જૈવવૈવિષ્યમાં નીચે દર્શાવેલ મુખ્ય પ્રાણીઓ છે - તો તે કયા લાગુ પડે છે ?

(1) કાળા રંગનાં રીંછ

(2) કાંગારું

(3) પેંગ્વિન

(4) એશિંગી ભારતીય ગેંડો


(A) 1 અને 4

(B) 2 અને 4

(C) 3 અને 4

(D) માત્ર ૩


21. વર્ગખંડમાં વન સંરક્ષણ અંગેના ઉપાયો વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન કયું વિધાન અયોગ્ય છે ? (A) પાર્શ્વ : અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

(B) નેન્સી : બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌથી સસ્તા સાધન અણુશક્તિનો વિકલ્પ અપનાવવો જોઈએ.

(C) પાર્થ : ધાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે રાષ્ટ્રીયકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સધનપણે વિસ્તારવાં.

(D) રાઝ : જરૂરિયાત સારુ નિર્માણકાર્ય કરતાં જે વૃક્ષો અનિવાર્યપણે કાપવાં પડે તેને સ્થાને જુદી જ પ્રજાતિનાં નવા છોડનો ઉછેર કરવો જોઈએ.


22. ખાનગી જંગલ ભારતમાં સવિશેષ જે રાજ્યમાં જોવા મળે છે એમાં એનો સમાવેશ થતો નથી.

(A) મેઘાલય

(B) હિમાચલપ્રદેશ

(C) પંજાબ

(D) તેલંગણા


23. રાષ્ટ્રીય ઉદ્યાનોને ઓળખો.

(A) પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ

(B) કાઝીરંગા, ગીર, દચગામ

(C) નીલગીરી, સુંદરવન, પંચમઢી

(D) વેળાવદર, ગ્રેટનિકોબાર, કૉર્બેટ


24. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે ?

(A) બાગાયતી ખેતી

(B) ઝૂમ ખેતી

(C) સઘન ખેતી

(D) આઈ ખેતી


25. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ?

(A) સજીવ ખેતી

(B) મિશ્ર ખેતી

(C) બાગાયતી ખેતી

(D) ટકાઉ ખેતી


26. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે ?

(A) કેરલ

(B) તમિલનાડુ

(C) મધ્યપ્રદેશ

(D) ગુજરાત


27. ચૉકલેટ શાનામાંથી બને છે ?

(A) તલ

(B) કોકો

(C) રબર

(D) ચા


28. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ?

(A) ઈસબગુલ

(B) મેથી

(C) સરસવ

(D) ધાણા


29. નીચેનામાંથી કયું કઠોળ રવી પાક છે ?

(A) અડદ

(B) મગ

(C) ચણા

(D) મઠ


30. દેશની નિકાસમાં પણ ખેતી પાકો અને ખેતપેદાશોનો હિસ્સો છે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત થાય છે.

(A) 17 %

(B) 22 %

(C) 18 %

(D) 60 %


31. નીચે દર્શાવેલ કૃષિપાકો માટેની ખેતીના પ્રકારો સંબંધિત વિધાનો આધારિત આપેલા વિકલ્પો પૈકી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો. 

(1) ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે. 

(2) વરસાદ આધારિત વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને કારણે એક જ પાક લેવામાં આવે છે.

(3) જયાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે.

(4) આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કરે છે.


(A) સઘન ખેતી, આર્દ્ર ખેતી, જીવનનિર્વાહ ખેતી, સૂકી ખેતી 

(B) આર્દ્ર ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આત્મનિર્વાહ ખેતી 

(C) સૂકી ખેતી, જીવનનિર્વાહ ખેતી, સઘન ખેતી, ભીની ખેતી 

(D) આત્મનિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સઘન ખેતી


32. સજીવ ખેતી માટે કાં વિધાન સંલગ્ન છે ?

(P) આ ખેતીના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ થાય છે. 

(Q) આ ખેતીમાં જૈવિક નિયંત્રણને લીધે જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું.

(R) આ ખેતીની પેદાશોની માંગ વધે છે તેથી ખેડૂતને આર્થિક વળતર મળે છે તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. 

(S) આ ખેતીના પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. 

(A) P અને S

(B) માત્ર R

(C) Q અને S

(D) P Q અને S


33. ગુજરાતમાં જ્યાં કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવેલી છે. તે સ્થળો પૈકી એકનો સમાવેશ થતો નથી. 

(A) જૂનાગઢ.

(B) આણંદ

(C) દહેરાદૂન

(D) દાંતીવાડા


34. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતાં મોધાભાવનાં “જીનેટિકલી મોડિફાઇડ” બી.ટી. બિયારણોને લીધે ખેતી મોંધી બને છે, પરંતુ .........ના ઉત્પાદનમાં તેનાથી વધારો થયેલ છે.

(A) મરચાં અને તલ 

(B) કપાસ અને મકાઈ

(C) વિવિધ ફળો

(D) ઘાસચારાના પાકો


35. ભારતમાં ઉત્પન્ન થતાં ધાન્યપાકો દર્શાવેલ છે. તેમના સૌથી વધુ ઉત્પન્ન થતાં ધાન્યપાકોના સાચા ક્રમ અંગેનો સાચો વિકલ્પ પસંદ કરો.

(1) ઘઉં     (2) જુવાર     (3) ડાંગર

(A) 3, 1, 2

(B) 2, 3, 1

(C) 2, 1, 3

(D) 1, 3, 2


36. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત કયો છે ?

(A) નદીઓ

(B) તળાવો

(C) વૃષ્ટિ

(D) સરોવરો


37. વર્ગખંડમાં ખેત તલાવડી” વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે ? 

(A) જય : તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે. 

(B) યશ : તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે.

(C) યુગ : તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તક્નીક છે.

(D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પતિત છે.


38. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

(A) ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે. 

(B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. 

(C) જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. 

(D) પંજાબ અને હરિયાણા સિચાઈક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.


39. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે, ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં ક્યો વિકલ્પ સાચો જણાય છે ?

(A) ચંબલ ખીણ, ભાખરા-નાંગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર

(B) ભાખરા-નોંગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીન્ન

(C) નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીલ, ભાખરા-નાંગલ

(D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર


40. જળસ્રોતોને ઓળખો.

(A) વૃષ્ટીય જળ, પૃષ્ઠીય જળ, ભૂમિગત જળ

(C) સિંચાઈ, પેયજળ, મિલન જળ

(B) તળાવો, નહેરો, કૂવા અને ટ્યૂબવેલ 

(D) વૃષ્ટિજળ સંચયન, જળપ્લાવિત ક્ષેત્ર, જળ સંરક્ષણ


પ્રશ્ન ક્રમાંકજવાબ
1D
2C
3D
4D
5C
6D
7A
8B
9D
10D
11C
12B
13D
14B
15C
16C
17C
18D
19C
20A
21B
22D
23B
24B
25A
26D
27B
28A
29C
30C
31D
32A
33C
34B
35A
36A
37D
38B
39D
40A


Post a Comment

0 Comments