Subscribe Us

header ads

GK ONLINE QUIZ : 06


નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 

(પ્રત્યેકના 1 ગુણ)


1. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત કયો છે ?

(A) નદીઓ

(B) તળાવો

(C) વૃષ્ટિ

(D) સરોવરો


2. વર્ગખંડમાં ‘ખેત તલાવડી' વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે ?

(A) જય તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે. 

(B) યશ : તે વધુ વૃક્ષો વાવો આંદોલનનુંમ હત્ત્વનું અંગ છે.

(C) યુગ : તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તક્નીક છે. 

(D) દક્ષ : તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે.


3. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

(A) ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે.

(B) હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.

(C) જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. 

(D) પંજાબ અને હરિયાણા સિંચાઈક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.


4. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે, ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે ? 

(A) ચંબલ ખીણ, ભાખરા-નાંગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર

(B) ભાખરા-નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ 

(C) નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખરા-નાંગલ 

(D) ભાખરા-નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર


5. જળસ્રોતોને ઓળખો.

(A) વૃષ્ટીય જળ, પૃષ્ટીય જળ, ભૂમિગત જળ

(B) તળાવો, નહેરો, કૂવા અને ટ્યૂબવેલ

(C) સિંચાઈ, પેયજળ, મિલન જળ

(D) વૃષ્ટિજળ સંચયન, જળપ્લાવિત ક્ષેત્ર, જળ સંરક્ષણ


6. એક જોડકું સાચું નથી.

(A) કોસી નદી - કોસી યોજના

(B) મહાનદી - હીરાકુડ યોજના

(C) તાપી નદી - ઉકાઈ; કાકરાપાર

(D) કડાણા, વણાકબોરી - કૃષ્ણરાજ સાગર


7. દેશના કેટલાક ભાગોમાં પાણીની ગુણવત્તા ઘટી રહી છે. તેનાથી જળજન્ય અનેક રોગો પેદા થાય છે - તો નીચે દર્શાવેલ ભાગોમાં કયા હોઈ શકે ?

(1) પશ્ચિમી રાજસ્થાનનાં શુષ્ક ક્ષેત્રો 

(2) અસમ અને દાર્જિલિંગ

(3) હિમાચલપ્રદેશ અને અરુણાચલ પ્રદેશ

(4) દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગો


(A) 2 અને 3

(B) 1 અને 4

(C) 3 અને I

(D) 2, 3 અને 4


8. એક સંસાધન એવું છે કે તેનો સીધો સંબંધ જીવસૃષ્ટિ સજીવો સાથે છે, તો તે કર્યું હોઈ શકે ? 

(A) એલ સંસાધન

(B) વિરલ સંસાધન

(C) જંગલ સંસાધન

(D) જળ સંસાધન


9. વૃષ્ટિજળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ નીચે દર્શાવેલ છે. તો તે કઈ લાગુ પડે છે ?

(1) કૂવા

(2) બંધારા

(3) વનીકરણ

(4) ખેત તલાવડીઓ


(A) 1 અને 4

(B) માત્ર 3

(C) 3 અને 4

(D) 1, 2 અને 410. “સ્ટેચ્યૂ ઓફ યુનિટી” સ્મારકની પાસેથી કઈ નદી વહે છે?

(A) નર્મદા

(B) તાપી

(C) મહી

(D) દમણગંગા


11.પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદક કરશે ?

(A) ધુવારણ

(B) દાંતીવાડા

(C) મૈયાણ

(D) ઉન્દેલ


12. ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારુ મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ સમય તેમની પાસે છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ ?


(A) તુલસીશ્યામ

(B) ઉનાઈ

(C) સાપુતારા

(D) લસુંદ્રા


13. નીચે માનવવિકાસના વિવિધ તબક્કા દર્શાવેલ છે. તો તે પાતુઓના સમયાનુક્રમ મુજબ કઈ ગોઠવણી સાચી છે ?

(1) તામ્રયુગ 

(2) લૌયુગ 

(3) પાષાણયુગ 

(4) કાંસ્યયુગ 

(5) અણુયુગ 


(B) 3, 4, 2, 1, 5

(A) 3, 1, 4, 2, 5

(C) 3, 5, 2, 4, 1

(D) 4, 2, 5, 3, 1


14. અધાતુમય ખનીજાને ઓળખો.

(A) અબરખ, જિપ્સમ, સલ્ફર, હીરા

(B) કોલસો યુરેનિયમ, થોરિયમ, ખનીજ તેલ

(C) ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ

(D) મેગ્નેશિયમ, બૉક્સાઇટ, ટીટાનિયમ, કલાઈ


15.બોક્સાઇટ માટે એક વિધાન યોગ્ય છે.

(A) તે સૌપ્રથમવાર 1821માં ફ્રાન્સના લે-બૉક્સ પાસેથી મળી આવ્યું. 

(B) તે વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટપ્રતિરોષક તેમજ સહેલાઈથી ટીપી શકાય છે.

(C) તે વિદ્યુતનાં સાધનો અને હવાઈ જહાજના બાંધકામમાં વધુ ઉપયોગી છે.

(D) ઉપર્યુક્ત ત્રણેય બાબત જરૂરી છે.


16. સંચાલન શક્તિની ખનીજોને ઓળખો.


(A) સૌર-ઊર્જા, પવન-ઊર્જા, ભૂતાપીય-ઊર્જા, ભરતી શક્તિ (C) ટંગસ્ટન, ટીટાનિયમ, નિલ, વૅનેડિયમ

(B) કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, અણુ ખનીજો 

(D) જળ ઊર્જા, બાયોગૅસ, ભરતી-ઊર્જા, જૈવ-ઊર્જા


17. ખનીજ સંરક્ષણ માટે એક વિધાન પૂર્ણતઃ સાચું નથી.

(A) ખનીજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે જ ખનીજ સંરક્ષણ

(B) અખૂટ શક્તિ સંસાધનનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત કરવો જોઈએ.

(C) પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ.

(D) ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ. દા.ત., પેટ્રોલને બદલે સી.એન.જી.નો વપરાશ.


18. નીચેનાં નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વમહાનગર કહે છે ?

(A) ઈંદોર

(B) મુંબઈ

(C) અમદાવાદ

(D) નાગપુર


19. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કર્યો છે ?

(A) દ્વિતીય

(B) પ્રથમ

(C) તૃતીય

(D) એક પણ નહિ


20.ભારતનું કર્યું નગર ‘સિલિકોન વેલી' તરીકે જાણીતું બન્યું છે ?


(B) બેંગલૂરુ

(A) દિલ્લી

(C) જયપુર

(D) નાગપુર


21. ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે ?

(A) કંડલા

(B) ઓખા

(C) દ્વારકા

(D) હજીરા


22.નીચેનામાં કઈ જોડી ખોટી છે ? 

(A) બંગાળ-કુલ્ટી

(B) ઝારખંડ-જમશેદપુર

(C) કર્ણાટક-ભદ્રાવતી

(D) આંધ્રપ્રદેશ-બર્નપુર

 

23.મોટા પાયાના ઉદ્યોગો ; સુતરાઉ કાપડ, નાના પાયાના ઉદ્યોગો = ......

(A) ખાંડસરી ઉદ્યોગ

(B) લોખંડ-પોલાદ ઉદ્યોગ

(C) ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગ

(D) પરિવહન ઉપકરણ ઉદ્યોગ


24.સુતરાઉ કાપડ ઉદ્યોગ માટેનાં રાજ્યો અને તેમનાં કેન્દ્રોની કઈ ગોઠવણી સાચી નથી ? - તે આપેલા વિકલ્પોમાંથી શોધો.

(A) મારા અંગર્ષ, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ 

(B) ઉત્તર પ્રદેશઃકાનપુર, ઈટાવા, આગ્રા, લખનૌ 

(D) તમિલનાડુ:ોઈમ્બતુર, ચૈન્નઈ, મધુરા, પૂર્ણ,

(C) મધ્ય પ્રદેશ:ઇંદોર, ગ્વાલિયર, ઉજ્જૈન, દેવાસ


25. ઊની કાપડ ઉદ્યોગનાં રાજ્ય અને તેમનાં કેન્દ્ર અંગેનાં જોડકામાં એકનો સમાવેશ થતો નથી.

(A) જમ્મુ-કશ્મીર - શ્રીનગર 

(B) કર્ણાટક - બેંગલૂર

(C) રાજસ્થાન જયપુર

(D) ગુજરાત ભાવનગર


26. લોખંડ-પોલાદના ઉદ્યોગ માટે એક વિધાન સાચું નથી.

(A) ટાટા સિવાયના લોખંડ-પોલાદના કારખાનાંનો વહીવટ SAIL ને સોંપવામાં આવ્યો છે.

(B) લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પાંચમું છે.

(C) ગુજરાતમાં બાજવા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે.

(D) લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂના પથ્થર, મેંગેનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે.


27.ભારતના ખાંડ ઉદ્યોગનાં કેન્દ્રોનાં જોડકાંમાં એકનો સમાવેશ થતો નથી. 

(A) મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ

(B) તમિલનાડુ અને ર્ણાટક

(C) હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ

(D) આંધ્રપ્રદેશ અને ગુજરાત


28.જયાં બૉક્સાઇટ, જળવિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં કયા ઉદ્યોગ સ્થપાયા છે ?

(A) તાંબું ગાળણ

(B) ઍલ્યુમિનિયમ ગાળણ

(C) પ્લાસ્ટિક ઉદ્યોગ

(D) ખાંડ ઉદ્યોગ


29. મુસાફરો માટેના રેલવેના ડબાનાં કેન્દ્રોને ઓળખો. 

(A) અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ

(B) કોરાપુર, નાસિક, હૈદરાબાદ, લખનૌ

(C) પેરામ્બુર, બેંગલૂરુ કપૂરથલા, કોલકાતા

(D) વિશાખાપટ્ટનમ્, કોચી, મુંબઈ, માર્મોવા


30. પર્યાવરણીય અતિક્રમણ માટે એક વિધાન પૂર્ણતઃ સાચું નથી.

(A) ઉપકરણોની ગુણવત્તા તથા ઇંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય. 

(B) ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય.

(C) ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડ્યા પછી તેનું શુદ્ધીકરણ કરી ભૂમિ પ્રદૂષણ નિવારી શકાય.

(D) હવામાં ઉત્સર્જિત થતાં પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય.


31. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ? 

(A) 3 નંબર

(B) 8 નંબર

(C) 44 નંબર

(D) 15 નંબર


32. એવરેસ્ટ આરોહણ સમયે સામાન ઊંચકવાનું કામ કોણ કરે છે ?

(A) નેપાળી

(B) ભોટિયા

(C) ભૈયાજી

(D) એક પણ નહિ


33. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે ?

(A) રાજ્ય સરકાર

(B) કેન્દ્ર સરકાર

(C) જિલ્લા પંચાયત

(D) એક પણ નહિ


34. પરિવહન પદ્ધતિને કઈ બાબતો પ્રભાવિત કરે છે, જેમાં એકનો સમાવેશ થતો નથી ? 

(C) અતિવૃષ્ટિ

(A) માનવવસ્તીનું પ્રમાણ

(B) સ્થાન અને આબોહવા

(D) ભૂપૃષ્ઠ


35. હલ્દિયા-અલાહાબાદ : ગંગા નદી, ગોએનખલી-તાલ્ચર ......

(A) ગોદાવરી-કૃષ્ણા નદી

(B) બ્રહ્મપુત્ર નદી

(C) બ્રહ્માણી નદી

(D) પશ્ચિમ કિનારાની નહેર


36. ગુજરાતમાં રોપ-વે સેવાઓનાં કેન્દ્રોમાં એનો સમાવેશ થતો નથી.

(A) શામળાજી

(B) અંબાજી

(C) સાપુતારા

(D) પાવાગઢ


37. જાહેરમાર્ગો પર વાહનોની વધુ પડતી સંખ્યા તથા ઝડપી અવરજવરને લીધે ટ્રાફિક સંબંધી અનેક પ્રશ્નો ઊભા થાય છે. આવા સંજોગોમાં વાહન ચાલકોએ નીચેની ચાર બાબતો પૈકી કઈ બાબતો લક્ષ્યમાં લેવી જોઈએ ?


(P) રસ્તા પર બિનજરૂરી હોર્ન વગાડી ઘોંઘાટ ન કરવો જોઈએ.

(Q) વાહન ચાલતું હોય ત્યારે વાહનચાલકે ટેલિફોનનો ઉપયોગ ટાળવો જોઈએ.

(R) વાહનચાલકે ટ્રાફિક સિગ્નલનો અનાદર કરવો જોઈએ.

(S) અનિવાર્ય ના હોય તો મોટા વાહનોને ઓવરટેક કરવું નહિ.


(A) P અને S

(B) માત્ર Q

(C) R અને Q

(D) P અને R


38.વિકાસશીલ અર્થતંત્રનાં લક્ષણો પૈકી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.


(A) નીચી માથાદીઠ આવક, કૃષિ અવલંબન, દ્વિમુખી અર્થતંત્ર, ગરીબી

(B) બેકારી, ઓછી આવકની અસમાનતા, વસ્તીવધારો

(C) પાયાની પૂરતી સગવડો, નિકાસ ઘટાડો, રાષ્ટ્રીય આવકમાં વધારો

(D) કૃષિ પ્રતિકૂળ વ્યાપાર માળખું, આધુનિક ઉત્પાદન પદ્ધતિ, અવલંબન


39. બજાર પદ્ધતિથી થતા લાભો પૈકી નીચેનાં વિધાનો પૈકી એક સાચું નથી તે શોધી લખો.

(A) મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે.

(B) નવાં સંશોધનો થવાથી આર્થિક વિકાસને વેગ મળે છે.

(C) મહત્તમ ખર્ચ થાય છે.

(D) સ્પર્ધાને લીધે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે.


40. અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થાય તેને શું કહેવાય ?

(A) આર્થિક વિકાસ

(B) આર્થિક વૃદ્ધિ

(C) આર્થિક ઉત્પાદન

(D) આર્થિક સંશોધન


Answers 

Post a Comment

0 Comments