Subscribe Us

header ads

Healthy dry fruits.

સૂકો મેવો : અનેક ઔષધીય ગુણો ધરાવતા સ્વાસ્થ્યવર્ધક સૂકાં ખાદ્ય ફળો કે તેની બનાવટો.

        સૂકા મેવામાં રહેલી શર્કરા સુપાચ્ય હોવાથી તે શીઘ્ર શક્તિ પ્રદાન કરે છે. વળી તે પ્રોટીન, ખનિજતત્ત્વો અને અનેક વિટામિનોથી સમૃદ્ધ હોય છે. તેમાં રહેલી ચરબી સહેલાઈથી પચી જાય તેવી હોય છે. તાજા ફળો કરતાં સૂકો મેવો લાંબા સમય સુધી જીવાણુમુક્ત અને વિશુદ્ધ રહી શકે છે. તેના આવા ગુણોને કારણે જ તેનું શિયાળામાં સેવન કરવું ખૂબ જ હિતાવહ છે. વળી તેના આશ્ચર્ય ઉપજાવે તેવા ઔષધીય ગુણોને લીધે બારેય મહિના તેનું સેવન ગુણકારી છે. જોકે ઉત્તમ આહાર ગણાતા આ સૂકા મેવાનો ખાવામાં અતિરેક કરવાથી તે નુકસાનકારક પણ બની શકે છે. ભારતમાં સૂકા મેવામાં બદામ, અખરોટ, પિસ્તાં, કાજુ, અંજીર, સૂકી દ્રાક્ષ, જરદાલુ (આલૂ), ખારેક, ચારોળી, ચિલગોજાં, કોપરું, મગફળી, તરબૂચ અને કોળાનાં બીજ તેમ જ મખાના વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે દુનિયાના બીજા અનેક દેશોમાં બ્રાઝિલ નટ (Brazil nut), ઍકેડેમિયા નટ (Macadamia nut), પિકાન્સ (Pecans), હેઝલ નટ (Hazel nut), સ્વીટ ચેસ્ટનટ (Sweet chestnut) જેવાં કાષ્ઠફળ (nut) પણ સૂકા મેવા તરીકે વપરાય છે. સામાન્ય રીતે સૂકા મેવા તરીકે વપરાતાં કાફળોમાં અંદરની તરફ સૂકું એક બીજ રહેલું હોય છે; જેની આજુબાજુ સખત કવચ જેવું આવરણ હોય છે. આ આવરણ દૂર કરીને અંદરનું બીજ કાચું, શેકીને કે તળીને ખાવામાં આવે છે. શિંગ અને અખરોટ જેવા કાષ્ઠફળમાંથી ખાદ્યતેલ મળે છે. દ્રાક્ષ, અંજીર, બદામ, પિસ્તાં, કાજુમાંથી અનેક વાનગીઓ – મીઠાઈઓ તથા આઇસક્રીમ વગેરે બને છે. જરદાલુમાં શરીરને પુષ્ટ કરવાનો તથા બળ આપવાનો ગુણ છે. ચારોળીનાં ફળ નાનાં, ચપટાં, પોચાં, લાલ-જાંબલી-શ્યામ રંગનાં હોય છે. તે પકવાન-પાક તથા દેશી દવા વગેરેમાં વપરાય છે.

- : અખરોટ : -

 • અખરોટના કાષ્ઠફળ(nut)માં રહેલા મીંજને એક ધરી હોય છે. તેની બંને બાજુએ એક એક બીજપત્ર હોય છે. મીજ ઉપરનાં અંતઃફલાવરણો કઠણ અને ખાંચાઓ ધરાવતા હોવાથી બીજપત્ર તેના પોલાણમાં વિવિધ આકારો ધારણ કરે છે. આથી બીજપત્રનો આકાર આબેહૂબ મગજના આકારને મળતો આવે છે.
 • અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, ફ્રાન્સ, ઇટાલી તેમ જ એશિયામાં ચીન તથા ભારતમાં મોટે પાયે તેનું વાવેતર થાય છે. ભારતમાં કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ તથા પંજાબમાં તેનું વાવેતર થાય છે. તેની અનેક જાતો છે. અખરોટનાં મીંજ સૂકા મેવા તરીકે ખવાય છે. તેમાં ૬૪ / તેલ, ૧૪ % પ્રોટીન, ૧૬૪ કાર્બોહાઇડ્રેટ તેમ જ વિટામિન A, B, B., B, પોટેશિયમ, કેલ્શિયમ જેવાં તત્ત્વો રહેલાં છે. તેનાં માજમાંથી તથા તેના તેલમાંથી મીઠાઈ બનાવાય છે.
 • અખરોટના સૂકા ફળના તેલમાં લિનોલેનિક, લિનોલેઇક અને એકિડોઇક નામના આવશ્યક ફેટીએસિડો હોય છે, જે હૃદય માટે ઘણા લાભદાયી ગણાય છે. નિયમિત લેવાથી સારા કોલેસ્ટેરોલનું સ્તર વધે છે. અખરોટનું બીજું મહત્ત્વનું ઘટક મેલેટોનિન છે. તે સોજાઓ અને અન્ય સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે અસરકારક રીતે રક્ષણ આપે છે. અખરોટને પોષણ માટેનું શક્તિપુર (powerhouse) ગણવામાં આવે છે. મેલેટોનિનને કારણે નિદ્રા પ્રેરાય છે અને નિદ્રાના સ્વરૂપમાં સુધારણા થાય છે, તેનાથી સંતૃપ્તિ મળે છે.
 • અખરોટનું લાકડું ફર્નિચર તથા કોતરકામ માટે ઉપયોગી છે. તે બંદૂકના ફૂંદા બનાવવા માટે પણ વપરાય છે.

- : અંજીર : -

 • તેનું મૂળ વતન દક્ષિણ અરબસ્તાન છે. તે આદિમાનવે સંવર્ધિત કરેલાં ફળોમાંનું એક છે. તેનું વાવેતર મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના દેશોમાં, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થાય છે. ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં તેનું વાવેતર થાય છે. વલસાડ જિલ્લામાં તે ફળાઉ ઝાડ તરીકે વવાય છે. ભારતમાં થતી અંજીરની વ્યાપારિક જીતોમાં પુણે અંજીર મુખ્ય છે. લીલા અંજીરમાં પાણી ૮૧%, પ્રોટીન ૧૨ %, તેલ ૦૪%, કાર્બોહાઈડ્રેટ ૧૬%, વિટામિન A અને C થોડા પ્રમાણમાં તથા B B, B, લોક, ફૉસ્ફરસ, કેલ્શિયમ વગેરે રહેલાં છે. સૂકા મેવા તરીકે વપરાતાં અંજીરમાં પાણી ઓછું હોવાથી બીજા ઘટકોનું પ્રમાણ વધુ હોય છે. અંજીર રક્તવર્ધક છે. તે પાંડતા મટાડે છે અને કબજિયાત દૂર કરે છે. 
 • અંજીર રેસાઓનો વિપુલ સ્રોત ધરાવે છે. અંજીર પાચનતંત્રના સ્વાસ્થ્યની જાળવણી કરે છે. મોટા આંતરડામાં થતા દાહના રોગમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ પ્રતિ ઉપચાયી anti-ox1- dant) તરીકેનો ગુણધર્મ ધરાવે છે અને મુક્તમુલકોનો નાશ કરી સ્વાસ્થ્ય સુધારે છે. તે લોહતત્ત્વ ઊંચા પ્રમાણમાં ધરાવે છે, તેથી લોકની ન્યુનતાથી થતા પાંડુરોગની ચિકિત્સામાં તે ઉપયોગી થાય છે. તે રુપિરશર્કરાના સ્તરનું નિયમન કરી મધુપ્રમેહ સામે રક્ષણ આપે છે. અંજીર ફોલિક એસિડ અને પોટેશિયમ પણ સારા પ્રમાણમાં ધરાવે છે.

- : કાજુ : -

 • તે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મુળ નીપજ છે. ભારતમાં સોળમી સદીના ઉત્તરાર્ધમાં ફિરંગીઓ દ્વારા કાજુનો પ્રવેશ થયો હોવાનું મનાય છે. ભારતમાં તે કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્રમાં વવાય છે. ગુજરાતમાં મુખ્યત્વે વલસાડમાં તેનું વાવેતર થાય છે. કાજુમાં પાણી ૫૯%, પ્રોટીન ૨૧-૨૪, લિપિડ ૪૬ ૯, કાર્બોહાઈડ્રેટ ૨૨-૩, ખનિજો અને બીજાં અનેક તત્ત્વો રહેલાં છે. કાચા, શેકેલા, તળેલા, મીઠાવાળા અને મસાલાવાળા કાજુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેની અનેક પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે. તેમાંથી પૂરીઓ, ખીર વગેરે પન્ન બનાવાય છે. તે ઘણું પોષણમૂલ્ય ધરાવે છે. કાજુનું કાષ્ઠ રતાશ પડતું બદામી, સખત ભારે હોય છે. ફળ, ભૂખરું, સખત, લીસે અને ચળતું તૈલી ફલાવરણ ધરાવે છે. તેમાં આવેલું વાંકું બીજ સફેદ રંગના મીંજ અને બદામી બીજાવરણનું બનેલું હોય છે. મીંજ ૪૦ થી ૫૩% જેટલું તેલ ઉત્પન્ન કરે છે. તેનું પોષણમૂલ્ય ઘણું ઊંચું છે. કાજુના ઔષધીય ગુણો પણ અનેક છે.
 • કાજુ રુધિરદાબ ઘટાડે છે. તેનો ગ્લુકોઝ આંક નીચો હોવાથી મધુપ્રમેહનું નિયંત્રણ કરે છે. તે પ્રોટીન અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં ધરાવે છે, જે સ્નાયુ, હાડકાં, દાંત અને પેઢાંની શક્તિની સુધારણામાં મદદ કરે છે.
 • તેમાં રહેલી ચરબી હૃદયની સ્થિતિની સુધારણા કરે છે. કાજુ પ્રતિ-ઉપચાથી સંયોજનોનો સારો સ્રોત ધરાવે છે. તેથી મુક્તમૂલકોનો નાશ થાય છે. પરિણામે કેન્સરના જોખમમાં ઘટાડો થાય છે. તે ત્વચાની સુધારણા કરે છે. કાજુનું તેલ સૌંદર્યપ્રસાધનો(cosmetics)માં વપરાય છે. તે સારા પ્રમાણમાં વિટામિન E ધરાવે છે અને વૃદ્ધત્વની ક્રિયાને અવરોધે છે.
- : દ્રાક્ષ : -

 • કાલ સુમધુર એવી સૂકી દ્રાક્ષ બધી જ ઉંમર અને બધી જ જીતની વ્યક્તિઓને સેવન કરવા માટેનો શ્રેષ્ઠ સૂકો મેવો છે. સંસ્કૃતમાં તેને ‘લોત્તમા' એટલે કે ‘ફળોમાં ઉત્તમ કહી છે. પ્રાચીન સમયથી તેને મધુર, હૃદય માટે ગુણકારી, લોહી વધારનાર, પુષ્ટિવર્ધક, શ્રમનો થાક દૂર કરનાર મનાય છે. દ્રાક્ષ વિટામિન A, B, C અને લોહથી પ્રચુર છે, આથી તે ઉત્તમ પોપણ આપનાર તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી છે.
 • દ્રાક્ષની બે જાતો છે. : લીલી અને કાળી. આયુર્વેદની દૃષ્ટિએ કાળી દ્રાક્ષ વધારે ગુણકારી છે. તે શર્કરા વિપુલ પ્રમાણમાં ધરાવે છે. તેથી રોગ મટવાની તૈયારી પર હોય ત્યારે દ્રાક્ષ સ્વાસ્થ્યપ્રાપ્તિમાં ઘણી લાભદાયી છે. તે રેચક હોવાથી કબજિયાતમાં ઉપયોગી છે. જે વ્યક્તિમાં લોહતત્ત્વની ઊણપ હોય તેને દરરોજ દ્રાક્ષ આપવાથી લાભ થાય છે. દ્રાક્ષથી વજનમાં વધારો થાય છે.
 • દ્રાક્ષમાં રેલ્વેરેટ્રોલ નામનું ઘટક હોય છે, જે ત્વચાને તંદુરસ્ત રાખે છે. રેસ્ક્વેરેટ્રોલ પ્રતિ-ઉપચાથી સંયોજન છે અને ત્વચાના વૃદ્ધત્વને ધીમું પાડે છે. તે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને લોહ સારા પ્રમાણમાં ધરાવે છે અને રુધિરાભિસરણને સારી સ્થિતિમાં રાખે છે. તબીબો પાડુરોગના દર્દીઓને દ્રાક્ષ લેવાની ભલામણ કરતા હોય છે.
- : પિસ્તાં : -

 • તે ખૂબ જ સ્વાદિષ્ટ અને કીમતી સૂકા મેવા તરીકે જાણીતા છે. મધ્ય એશિયાને પિસ્તાંનું વતન ગણવામાં આવે છે. ઈરાન અને અફઘાનિસ્તાનમાંથી તેમને આયાત કરવામાં આવે છે. તેમની કિંમત તેમના લીલા રંગ અને સુગંધ પ્રમાણે એકાય છે. અફઘાનિસ્તાનનાં નાનાં અને લીલા રંગનાં પિસ્તાં આઇસક્રીમમાં મોટા પાયે વપરાય છે. પિસ્તામાં પ્રોટીન, ચરબી ખનિજતત્ત્વ કાર્બોહાઈડ્રેટ તથા અલ્પ પ્રમાણમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ તથા આયર્ન રહેલાં છે. પિસ્તાને મીઠાવાળા કરીને શેકીને ખાવામાં આવે છે. વળી તે મીઠાઈ, બેકરીની બનાવટો તથા આઇસક્રીમમાં વપરાય છે.
 • પિસ્તાં હીમોગ્લોબિનનું સ્તર જાળવે છે. તે વૃદ્ધત્વ સાથે સંકળાયેલાં ચિહનો ઘટાડે છે, કારણ કે તે સારા પ્રમાણમાં વિટામિન 'E' ધરાવે છે. તેનાથી દૃષ્ટિક્રિયા જળવાય છે. તે પ્રતિરક્ષામાં વધારો કરે છે. પિસ્તામાં રહેલાં વિટામિન A અને E સોજાની ક્રિયા અટકાવે છે. તેથી પિતાં સોજાની સારવારમાં વપરાય છે. પિસ્તાંમાં કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન B સારા પ્રમાણમાં હોય છે. આ ઘટકો શરીરમાંથી અનેક ક્રિયાઓના નિયંત્રણ માટે આવશ્યક છે. તે રેસા અને વાનસ્પતિક પ્રોટીનનો સ્રોત છે. પિસ્તાં ફીર્નોલિક સંયોજનો ધરાવે છે; તેથી તેનામાં ઉત્તમ પ્રતિ-ઉપચાયી ગુણધર્મ હોય છે. તેથી હૃદયરોગ કે કેન્સર જેવા રોગો માટે જવાબદાર ‘ઑક્સિકારક તણાવ (oxidative stress)માં ઘટાડો થાય છે.

- : બદામ : - 

 • તેનાં બીજ ચપો, લાંબાં અને અંડાકાર હોય છે અને તે બદામી બીજાવરણ ધરાવે છે. બદામ મધ્ય અને પશ્ચિમ એશિયાની મૂળનિવાસી છે. અત્યારે તે કેલિફોર્નિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ યુરોપ, ઑસ્ટ્રેલિયા વગેરે જગ્યાઓએ ઉગાડવામાં આવે છે. ભારતમાં કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં તેનુ વાવેતર થાય છે. બદામ કડવી અને મીઠી – બંને પ્રકારની હોય છે. તેની અનેક જાતોમાં ગુણવત્તાની દૃષ્ટિએ મામરો શ્રેષ્ઠ ગણાય છે. બદામમાં મુખ્યત્વે પ્રોટીન, ગ્લોબ્યુલિન, ઍમેન્ડિન (નાઇટ્રોજન દ્રવ્ય ૧૯ ) અને આલ્બુમિન હોય છે. મીઠી બદામનું તેલ ખૂબ કીમતી હોવાથી તેનો ખોરાકમાં ઉપયોગ ભાગ્યે જ થાય છે. તેનો મુખ્યત્વે ઔષધોમાં અને સૌંદર્યપ્રસાધન- ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. બદામમાંથી દૂધ પણ બનાવાય છે. બદામ મીઠાઈમાં તેમ જ શિયાળાના વસાણામાં મોટા પાયે વપરાય છે. આયુર્વેદ અનુસાર બદામ ઉષ્ણ, અમ્લ, કફકારક, સ્વાદુ, સ્નિગ્ધ અને વાતનાશક છે. બદામનું તેલ માથે ચોળવામાં વપરાય છે. તે કર્ણરોગમાં પણ ઉપયોગી છે. બદામ ત્વચાના રોગો મટાડવામાં ઉત્તમ ગણાય છે. મગજને તર કરવા તથા ધાતુવૃદ્ધિ માટે બદામનું સેવન લાભદાયી છે.
 • બદામમાં અસંતૃપ્ત ચરબી વધારે પ્રમાણમાં હોય છે. તે વિટામિન B, લોહ, ફોસ્ફરસ અને કોપર ધરાવે છે. બદામ નિયમિત રીતે ખાવાથી નવા રક્તકણોનું સર્જન થાય છે; રુધિરમાં હીમોગ્લોબિનનું સ્તર ઊંચું જાય છે અને શરીરમાં મહત્ત્વનાં અંગો ઇચ્છિત દરે કાર્ય કરે છે. બદામ ત્વચા માટે પણ લાભદાયી છે. દૂધ કે મલાઈ સાથે બદામનો મલમ ત્વચા ઉપર લગાડવાથી ચામડીના ગઠન અને રંગમાં સુધારો થાય છે. તે ખરજવા જેવા ચામડીના રોગોમાં પણ ઉપયોગી છે. બદામના તેલથી માથામાં થતો ખોડો મટે છે, વાળની વૃદ્ધિ થાય છે તથા માથાના દુખાવામાંથી મુક્તિ મળે છે.

Post a Comment

0 Comments