Subscribe Us

header ads

GK ONLINE PLAY QUIZ : 01 (SS)


* નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 
(પ્રત્યેકના 1 ગુણ)

1. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?
(A) વાસ્તુ
(B) કોતરણી
(C) મંદિર
(D) ખંડેર

2. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ?
(A) ખીલો
(B) થાંભલો
(C) ધક્કો
(D) જાની

3. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે ? 
(A) હિન્દી
(B) બ્રાહ્મી
(C) ઉર્દૂ
(D) ઉડીયા

4. ગુજરાતના...... ખાતે સૂર્યમંદિર આવેલું છે. 
(A) મોઢેરા
(B) વડનગર
(C) ખેરાલુ
(D) વિજાપુર

5. અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે ? 
(A) જામા મસ્જિદ 
(B) જુમ્મા મસ્જિદ
(C) સિપ્રીની મસ્જિદ
(D) મસ્જિદે નગિના

6. મોહેં-જો-દડોનો અર્થ...... એવો થાય છે.
(A) ઈશ્વરનો ટેકરો
(B) મરેલાનો ટેકરો
(C) દરબાર ગઢ
(D) પિરામિડ

7. બૌદ્ધ ધર્મની સ્થાપત્યકલા ક્ષેત્રે જે સ્થાપત્યોની ભેટ આપી, તેમાં એકનો સમાવેશ થતો નથી.
(A) ગુફાવિહારો
(C) ગોળ ગુંબજો
(B) ચૈત્યો
(D) સ્તૂપો

8. મોહે-જો-દડોની નગરરચના માટે એક વિધાન સંલગ્ન છે.
(A) સમગ્ર નગરની ફરતે દીવાલની રચના કરવામાં આવી હતી.
(B) શ્રીમંતોનાં મકાનો એક માળ અને બે કે ત્રણ ઓરડાવાળા હતાં. 
(C) મકાનોના દરવાજાઓ જાહેર રસ્તાઓ તરફ પડતા હતા.
(D) મકાનોમાં હવા-ઉજાસ માટે બારી-બારણાની વ્યવસ્થા ન હતી.

9. ગુપ્તકાલીન શિલ્પકલાના નમૂનાઓમાં એકનો સમાવેશ થતો નથી.
(A) અમરાવતીનો સ્તૂપ
(B) મથુરાની મહાવીર સ્વામીની પ્રતિમા
(C) સારનાથની બુદ્ધ પ્રતિમાઓ 
(D) વિષ્ણુના વરાહસ્વરૂપની પ્રતિમા

10. બૃહદેશ્વર મંદિરનું બાંધકામ કયા રાજવીએ કરાવ્યું હતું ?
(A) રાજરાજ પ્રથમ
(B) ભીમદેવ-પ્રથમ
(C) સમ્રાટ કૃષ્ણદેવરાય
(D) નૃસિંહવર્મન-પ્રથમ

11. જૈન મંદિરો (દેરાસરો) વિશે એક વિધાન યોગ્ય છે.
(A) સમેતશિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ મધુવન તરીકે ઓળખાય છે.
(B) રાજગૃહમાં વૈભાર, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ અને શ્રમણિગિર નામના પાંચ જૈન મંદિરો છે.
(C) ગુજરાતમાં જૈન દેરાસર પાલિતાણા અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે.
(D) ઉપર્યુક્ત ત્રણેય બાબતો તેને અનુરૂપ છે.

12. દાદા હિરેની વાવ : અમદાવાદ ;રાણીની વાવ :
(A) સિદ્ધપુર
(B) પાટણ
(C) વડનગર
(D) ધોળકા

13. નીચે દર્શાવેલ ઘટનાઓને તેમના સમયાનુક્રમ મુજબ ઊતરતા ક્રમમાં ગોઠવો :
(1) હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ થઈ.
(2) મોઢેરાના સૂર્યમંદિરનું બાંધકામ
(3) કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ શોધાઈ
(4) ગોંડલ પાસે ખંભાલીડાની ગુફાઓ શોધાઈ

(A) 3, 4, 1, 2
(B) 4, 3, 2, 1
(C) 3, 2, 1, 4
(D) 3, 1, 4, 2

14. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે.
(A) ઋગ્વેદ 
(B) યજુર્વેદ છે. 
(C) સામવેદ 
(D) અથર્વવેદ

15. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.
(A) ઋગ્વેદ બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?
(B) યજુર્વેદ
(C) પાલિ
(D) હિન્દી

16. દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે ?
(A) તમિલ
(B) તેલુગુ
(C) બ્રાહ્મી
(D) ગુજરાતી


17. કવિ ચંદબદરાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?
(A) પૃથ્વીરાજરાસો
(B) વિક્રમાકદેવચરિત
(C) કવિરાજમાર્ગ
(D) ચંદ્રાયન

18. મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કર્યો છે ?
(A) અષ્ટાધ્યાયી
(B) પૃથ્વીરાજગો
(C) વિક્રમાકદેવચરિત
(D) ચંદ્રાયન

19. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સંગ્રહ છે. તેને ક્યા નામે ઓળખાવી શકાય છે ?
(A) આરણ્યકો
(B) સ્મૃતિગ્રંથો
(C) બ્રાહ્મણગ્રંથો

20. મલયાલમ્ મહર્ષિ વેદ વ્યાસ : મહાભારત, મહર્ષિ વાલ્મિકી:? 
(A) ભગવદ્ગીતા
(B) રામાયજ્ઞ
(C) કન્નડ
(D) આયુર્વેદ

21. મોક્ષપ્રાપ્તિના માર્ગોમાં એકનો સમાવેશ થતો નથી.
(A) મોક્ષમાર્ગ
(B) ભક્તિમાર્ગ
(C) કર્મમાર્ગ
(D) જ્ઞાનમાર્ગ

22. મહાકવિ કાલિદાસની કાવ્યકલાના સંસ્કૃત ગ્રંથોમાં એકનો સમાવેશ થતો નથી.
(A) કુમારસંભવ
(B) રઘુવંશ
(C) ઊરુભંગ
(D) ઋતુસંહાર

23. મુલ્લા દાઉદ : ચંદ્રાયન, ચંદદાઈ : ?
(A) પૃથ્વીરાજરાસો
(B) બિસલદેવ રાસો
(C) આલા
(D) ઉદલ


24. _________ ની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દૂ ભાષાના જન્મની છે.
(A) ગુપ્તયુગ
(B) મૌર્યયુગ
(C) મધ્ય યુગ
(D) અર્વાચીનગ

25. કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે ?
(A) બુદ્ધનું
(B) નટરાજનું
(C) બોધિગયાનું
(D) ધનુર્ધારી રામનું

26. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) નાગાર્જુનને રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.
(B) પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.
(C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી. 
(D) ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મળે છે.

27. મહર્ષિ ચરક : ચરકસંહિતા, મહર્ષિ સુશ્રુત : ?
(A) સુશ્રુતસંહિતા
(B) ચરકશાસ્ત્ર
(C) વાગ્ભટ્ટસંહિતા
(D) સુશ્રુતશાસ્ત્ર

28. કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે ?
શ્રેયા :    ભાસ્કરાચાર્યે 'લીલાવતી ગણિત' અને 'બીજગણિત' નામના ગ્રંથો લખ્યા.
યશ :     દશાંશપદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ     શૂન્ય (0)ની શોધ ભારતે કરી હતી.
(A) યશ        (B) હાર્દ        (C) શ્રેયા        (D) શ્રેયા, માનસી, હાર્દ

29. બ્રાવ્ય પાંચાલે રચેલો ગ્રંથ છે.
(A) ચિકિત્સાસંગ્રહ
(B) પ્રજનનશાસ્ત્ર
(C) કામસૂત્ર
(D) યંત્ર સર્વસ્વ

30. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની રચના કોણે કરી હતી ? 
(A) બ્રહ્મગુપ્તે
(B) વાત્સ્યાયને
(C) કૃત્સમદે
(D) મહામુનિ પતંજલિ

31. મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.

(A) ગણિતશાસ્ત્ર
(B) રસાયણશાસ્ત્ર
(C) વૈદકશાસ્ત્ર
(D) વાસ્તુશાસ્ત્ર

32. એક શાળાના ચાર વિદ્યાર્થીઓએ પ્રાચીન ભારતના વિજ્ઞાનના ક્ષેત્રે વારસો વિશેની એક ચર્ચાસભામાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં - તેમાં સાચું કોણ છે ?

    દૃષ્ટિ :     ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ પણ ધરાવે છે.
    સૃષ્ટિ :    પશ્ચિમના દેશોની મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેક્નિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્ત્વ સમાયેલું છે. 
    રાજ :     પ્રાચીન ભારતમાં વીજાણુયંત્રના વિકાસથી વિશાળ દુનિયા ઘેર બેઠા જોઈ શકાય છે.
    મેઘ :     પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધીને પોતાનો સિંહફાળો આપ્યો છે.

(A) દિષ્ટ અને રાજ 
(B) સૃષ્ટિ અને મેઘ
(C) માત્ર રાજ
(D) દૃષ્ટિ, સૃષ્ટિ અને મેઘ

33. બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રનાં પુસ્તકો લખ્યા છે. તો તે કોને લાગુ પડે છે ?
(1) રસરત્નાકર        (2) પારિજાત     (3) મકરંદ        (4) આરોગ્યમંજરી

(A) 1 અને 2
(B) 2 અને 3
(C) માત્ર 3
(D) 1 અને 4

34. ભારતીય રસાયણવિદ્યાના નમૂનાઓમાં એકનો સમાવેશ થતો નથી.
(A) ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ – સુલતાનગંજ (બિહાર) 
(B) ભગવાન બુદ્ધની 18 ફૂટ ઊંચી મૂર્તિ - નાલંદા 
(C) વિક્રમાદિત્યે નિર્માણ કરાવેલો વિજયસ્તંભ
(D) દાઢીવાળા પુરુષનું શિલ્પ

35. વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્રે કયા ગ્રંથની રચના કરી હતી ? 
(A) વાગ્ભટ્ટસંહિતા 35.
(B) અષ્ટાંગહ્રદય
(C) હસ્તી આયુર્વેદ
(D) અશ્વશાસ્ત્ર

36. આંકડાની પાછળ શુન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક નામના ઋષિ હતા.
(A) ભૃગુ
(B) નારદ
(C) ગૃત્સમદ
(D) બ્રહ્મગુપ્ત

37. મહર્ષિ ભારદ્વાજ : યંત્ર સર્વસ્વ; મહામુનિ પતંજલિ : ?
(A) વૃક્ષ આયુર્વેદ
(B) યોગશાસ્ત્ર
(C) ભૂસ્તરશાસ્ત્ર
(D) પાણી વિજ્ઞાન

38. પંદરમી સદીમાં મેવાડના ________ એ અગાઉના પ્રકાશનોમાં સુધારાવધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો. 
(A) રાણા કુંભા
(B) વિશ્વકર્મા
(C) વરાહમિહિર
(D) રાણા પ્રતાપ

39. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
(A) મધ્ય પ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) ઓડિશા
(D) ગુજરાત

40. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

(A) ઈલોરાની ગુફાઓમાં કૈલાસમંદિર આવેલું છે.
(B) રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. 
(C) ઈલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે.
(D) ઈલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

41. તાજમહેલ : શાહજહાં : હુમાયુનો મકબરો : ?
(A) જહાંગીર
(B) હુમાયુ
(C) હમીદા બેગમ
(D) શાહજહાં

42. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી ? 
(A) હુમાયુ
(B) શાહજહાં
(C) બાબર
(D) અકબર

43. ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કર્યો ક્રમ સાચો ગણાય ? 
(A) તાજમહેલ, ખજૂરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર, ઈલોરાની ગુફાઓ
(B) ઈલોરાની ગુફાઓ, તાજમહેલ, ખજૂરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર
(C) તાજમહેલ, બૃહદેશ્વર મંદિર, ખજૂરાહોનાં મંદિર, ઈલોરાની ગુફાઓ
(D) તાજમહેલ, ખજૂરાહોનાં મંદિર, ઈલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર

44. નીચેનામાંથી કર્યો. વાવનો પ્રકાર નથી ?
(A) નંદા
(B) ભદ્રા
(C) તદા
(D) વિજ્યા

45. કૈલાસમંદિર માટે યોગ્ય વિધાન શોધો.
(A) ઈલોરાની ગુફા નં. 16માં કૈલાસમંદિર આવેલું છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે.
(B) આ મંદિર 50 મી. લાંબું, 33 મી પહોળું અને 30 મી. ઊંચું છે, તેના દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુસજ્જિત મંદિરની શોભા અવર્ણનીય છે.
(C) બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા-પરિસર અદ્વિતીય કલાસર્જન અને તનિકી ઉત્કૃષ્ટતા ધરાવે છે.
(D) ઉપર્યુક્ત ત્રણેય બાબતો તેને અનુરૂપ ગણી શકાય છે.

46. સ્થાનિક માછીમારો સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે.
(A) પટ્ટદકલ
(B) મહાબલિપુરમ્
(C) હમ્પી
(D) એલિફન્ટા

47. મહાબલિપુરમ્ સ્થાપત્ય વિશેની માહિતી દર્શાવેલી છે, તો તે કઈ બાબતો લાગુ પડી શકે છે ? -
(1) હાસ્યમુદ્રામાં વિષ્ણુની મૂર્તિ
(2) ત્રિમૂર્તિની ભવ્યમૂર્તિ
(3) ધનુર્ધારી રામનું શિલ્પ
(4) મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીનું શિલ્પ

(A) 1 અને 4
(B) 2 અને 3
(C) માત્ર 2
(D) 3 અને 4

48. કોણાર્કના સૂર્યમંદિર માટે એક વિધાન સંલગ્ન છે,
(A) તે સાત રથની કૃતિઓ ધરાવે છે.
(B) તે મંદિરમાં જડેલા કાળા પથ્થરોને કારણે તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.
(C) તે રથમંદિર તેર માળનું ગોપુરમ ધરાવે છે.
(D) તે મંદિરમાં આવેલી વિષ્ણુની મૂર્તિ હાસ્ય મુદ્રામાં છે.

49. એ ભારતના લાલ પથ્થર અને આરસનો ઉપયોગ કરીને તેમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. 
(A) ઝૂલતા મિનારા
(B) કુતુબમિનાર
(C) સારનાથ-સ્તંભ
(D) વિજયસ્તંભ

50. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે- આ ઉક્તિ એક મકબરાની મહેરાબ પર અંકિત થયેલી છે- તો તે કયું સ્થાપત્ય હોઈ શકે ?
(A) હુમાયુનો મકબરો
(B) હોશંગાશાહનો મકબરો
(C) તાજમહેલ
(D) મુમતાજ મહલ

પ્રશ્ન ક્રમાંકજવાબ
1A
2C
3B
4A
5A
6B
7C
8A
9A
10A
11D
12B
13A
14A
15A
16A
17A
18A
19C
20B
21A
22C
23A
24C
25B
26C
27A
28D
29B
30A
31D
32D
33D
34D
35B
36C
37B
38A
39B
40D
41C
42D
43D
44C
45D
46D
47A
48B
49B
50C

Ctrl + P = Print PDF Save : Thank You !!!!!

Post a Comment

0 Comments