Subscribe Us

header ads

School Achievement Program 2022 23

 શાળાનું રજીસ્ટ્રેશન કરવા નીચે મુજબના Step અનુસરો.

વેબસાઈટ www.shaalasiddhi.nepa.org ઓપન કરો.

(Open in desktop view)


Step: 1

  • Login પર Click કરો.
  • New User? Click Here? પર Click કરો.
  • Select Level માં School Level Select કરો.
  • શાળાનો યુ-ડાયસ કોડ (૧૧ અંક) એન્ટર કરો.
  • આચાર્યનું નામ, અટક અને મોબાઇલ નંબર લખો.
  • ઈમેઈલ આઈ.ડી. લખો.
  • Create Pin (OTP) પર click કરો.
  •  રજીસ્ટર મોબાઇલ નંબર અથવા ઈમેઈલ આઈ.ડી. પર ૬ અંકનો One Time Password (OTP) આવશે. જે નોંધી રાખશો. (જો ૧૨૦ સેકન્ડમાં OTP જનરેટ ન થાય તો Regenerate Pin(OTP) બટન પર Click કરો. આમ ૬ અંકનો OTP મોબાઇલ નંબર અથવા ઈમેઈલ આઈ.ડી. પર ફરીથી મળશે.)
  • ૬ અંકનો One Time Password (OTP) લખો.
  • Submit પર click કરો.


Step: 2

  • Create Password પર click કરો.
  • Create New Password માં નીચે આપેલ ઉદાહરણ મુજબ ૮ થી ૧૦ લેટરનો પાસવર્ડ બનાવી એન્ટર કરો.
  • Confirm Password માં તે જ પાસવર્ડ ફરીથી એન્ટર કરો.
  • Create User પર click કરો.
  • (પાસવર્ડ ૮ થી ૧૦ લેટરમાં બનાવવો. જેમાં ઓછામાં ઓછો ૧ કેપિટલ, ૧ સ્મોલ, ૧ સ્પેશીયલ લેટર અને ૧ અંકનો ઉપયોગ કરવો જરૂરી છે. ઉદાહરણ તરીકે – Dsp@12345)
Step: 3

  • Create Password બાદ શાળા સિદ્ધિ હોમ પેજ પર ઉપરના મથાળે આપેલ Login ટેબ પર Click કરો. આમ Login વિન્ડો ઓપન થશે જેમાં, User Name માં શાળાનો યુડાયસ કોડ(૧૧ અંક) એન્ટર કરો. Password માં નવો જનરેટ કરેલ પાસવર્ડ (૮ થી ૧૦ લેટર) એન્ટર કરો.
  • Submit પર Click કરો.
  • School Evaluation Dashboard Hill Learners, Teachers, School Evaluation Composite metrix (9- key Domain call 8S- Core Standard){l માહિતી ભરવી.
  • School Evaluation Dashboard ઓપન થશે.



School Achievement Program 2022 23


પુરાવા આધારિત શાળામાં સુધારણા માટેની માર્ગદર્શિકા 2022




શાળા સિદ્ધિ કાર્યક્રમ 2022

  • શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત. સંદર્ભ: માન.એસ.પી.ડીશ્રી ધ્વારા તા.૨૮.૧૦,૨૦૨૨ના રોજ નોંધ પર મળેલ મંજુરી
  • ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં NIEPA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ PAB ૨૦૨૨-૨૩માં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. “શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત ૧૦૦% શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન તેમજ સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ત્રીજા (૧/૩) ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે.
  • ચાલુ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ માટે પણ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જે અંગે ચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ નું સ્વ-મૂલ્યાંકન અને શૈક્ષણિક વર્ષ: ૨૦૨૧-૨૨ વર્ષની સ્વ-મૂલ્યાંકન થયેલ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે.
  • શૈક્ષણિક વર્ષ:૨૦૨૨-૨૩ : સ્વ-મૂલ્યાંકન (પ્રાથમિક અને માધ્યમિક શાળા) રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩માં આ શાળાઓમાં NIEPA નવી દિલ્હી ની ગાઈડલાઈન મુજબ "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. (શાળાઓની યાદી આ સાથે સામેલ છે)
  • શૈક્ષણિક વર્ષ:૨૦૨૧-૨૨ : બાહ્ય મૂલ્યાંકન (૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં)
  • શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ શાળાઓમાંથી ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કામગીરી કરવાની થાય છે. જિલ્લાએ માર્ગદર્શિકા અનુસાર ટીમ બનાવી માર્ગદર્શિકા અને વેબસાઈટ પર આપેલ ગાઈડલાઈન અનુસાર ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે. 


શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા

  • રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં “શાળા સિદ્ધિ" કાર્યક્રમ
  • અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે સ્વ-મૂલ્યાંકન કરવાનું રહેશે. - શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન માટે અત્રેની કચેરીથી જે તે જિલ્લા કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.જેની વિગતો નીચે મુજબ છે. - NIEPA નવી દિલ્હીના શાળા સિદ્ધી અંગેનું પોર્ટલ અપડેટ કરવા અર્થે કાર્યરત છે, જેથી આપના જિલ્લાની જે શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન કરવાનું થશે તે શાળાઓના આચાર્યશ્રીએ શાળાની ભરેલ વિગતની હાર્ડકોપી શાળા કક્ષાએ રાખવાની રહેશે. જયારે શાળા સિદ્ધિ અંગેનું પોર્ટલ ઓપન થાય ત્યારે આ વિગત અપલોડ કરવાની રહેશે.
  • રાજ્યની કુલ ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩નું સ્વ-મૂલ્યાંકન કરવા અર્થે પ્રતિ શાળા દીઠ ૨૦૦/- રૂપિયા શાળાઓને આનુસંગિક ખર્ચ કરવા અર્થે જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. - રાજ્યની કુલ રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩નું સ્વ-મૂલ્યાંકન કરવાનાં ગ્રાન્ટ આનુસંગિક ખર્ચ કરવા માટે પ્રતિ શાળા દીઠ પપ૦/- રૂપિયા શાળાઓને ફાળવવા અર્થે જિલ્લા કક્ષાએ ફાળવવામાં આવેલ છે.
  • સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ વિગતવાર માર્ગદર્શિકા મુજબ સ્વમૂલ્યાંકન ડીસેમ્બર માસમાં પૂર્ણ કરવાનું રહેશે.
  • પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં સ્વમૂલ્યાંકન કરવા અંગે નીચે મુજબની બાબતો ધ્યાને લેવાની રહેશે.(પ્રાથમિક શાળાઓમાં સ્વમૂલ્યાંકન પ્રથમવાર થઇ રહ્યું છે.)
  • રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં “શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત શાળા કક્ષાએ સ્વમૂલ્યાંકન કરવું, જેમાં શાળાના આચાર્યશ્રી તેમજ સાથે SMC સભ્યો અચૂક હાજર રહી મૂલ્યાંકન કાર્ય કરવું.માધ્યમિક શાળાઓમાં પણ ના સભ્યોને સાથે રાખી મૂલ્યાંકન કરવાનું રહેશે.
  • પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન પ્રક્રિયામાં પ્રથમ 5QAC (ગુણોત્સવ ૨.૦)ના આધારે મૂલ્યાંકન પ્રક્રિયા શરુ કરતા પહેલા શાળાના ગ્રેડની વિગત, બાળકોના એકમ કસોટીની વિગત, છ માસિક વાર્ષિક કસોટીની વિગત તેમજ શાળાના ભૌતિક અને શૈક્ષણિક વિકાસ અને બાળકોએ કરેલ વિશિષ્ટ અને પ્રવૃત્તિઓ અંગેની એસએમસી સભ્યો સાથે ચર્ચા કરવી,
  • એસએમસી સભ્યો સાથે રહી આચાર્યશ્રી દ્વારા NIEPA ન્યુ દિલ્હી દ્વારા નિર્મિત મૂલ્યાંકન ફોર્મેટની વિગતના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે.
  • મૂલ્યાંકન રીપોર્ટ તૈયાર કરી રીપોર્ટ cc કો.ઓને જમા કરાવવાનો રહેશે, જે દિવસે CRC કો.ઓની શાળા મુલાકાત હોય તેવા દિવસે સ્વમૂલ્યાંકનનું આયોજન કરવું. ૬. શાળા મૂલ્યાંકન અંગે જરૂરી સ્ટેશનરી ખર્ચ પણ કરી શકાશે. શાળા કક્ષાએ સ્વમૂલ્યાંકન કરવાના દિવસે
  • હાજર સભ્યોને ચા કોફી નાસ્તા અંગેનો ખર્ચ સદર હેડે કરી શકાશે. ઇ, CRC કો.ઓ દ્વારા અત્રેથી નિયત કરેલ ફોર્મેટ મુજબ શાળાના રીપોર્ટનું(તારીજ પત્રક) એકંદર કરી BKC ને આપશે, BRC તાલુકાનું એકંદર જિલ્લાને અને જિલ્લા એકંદર રાજ્ય કચેરીને આપશે, 7. માધ્યમિક શાળાઓના મૂલ્યાંકનનો રીપોર્ટ CRC, BRC અને જિલ્લા મારફત રાજ્ય કચેરીને આપશે. સદર ગ્રાન્ટ ઓડીટેબલ હોઈ રાજ્ય સરકારના પ્રવર્તમાન નાણા ખર્ચના નિયમોને આધિન રહીને ગ્રાન્ટ ખર્ચ કરવાનો રહેશે,
શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત બાહ્ય-મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા
  • બાહ્ય-મૂલ્યાંકન ૨૦૨૧-૨૨ વર્ષનું કરવાનું રહેશે.(શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જે શાળાઓનું સ્વ-મૂલ્યાંકન થયેલ છે તે પૈકીની ૧૬૯૯ શાળાઓનું જ બાહ્ય-મૂલ્યાંકન કરવાનું રહેશે) શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન માટે માધ્યમિક શાળાના શિક્ષણ નિરીક્ષક, ડાયટ લેકચરશ્રી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મોડેલ શાળાના આચાર્યશ્રી, મોડેલ ડે શાળાના આચાર્યશ્રી, રાજ્ય પારિતોષિક શિક્ષશ્રી, માધ્યમિક શાળાના નિવૃત્ત આચાર્યશ્રી, બી.આર.સી.કો. ઓર્ડીનેટર/ સી.આર.સી.કો.ઓર્ડીનેટર, અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીની પસંદગી કરવી.
  • મૂલ્યાંકન કરવા અંગે જે શાળાનું મૂલ્યાંકન કરવાનું થાય તે શાળા સિવાયના અન્ય માધ્યમિક શાળાના આચાર્યશ્રીને ટીમમાં સમાવેશ કરવો, - કુલ ૩ સભ્યોની ટુકડી બનાવી શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવાનું રહેશે. જેમાં એક સભ્ય તરીકે સી.આર.સી.કો.ઓર્ડીનેટર રહેશે, બાહ્ય-મૂલ્યાંકન અંગે મોનીટરીંગ ટીમનું આયોજન જિલ્લા કક્ષાએ શાળા સિદ્ધિના નોડલશ્રી ધ્વારા તૈયાર ) માન,જિલ્લા શિક્ષણાધીકારીશ્રી પાસે મંજુર કરાવવાની રહેશે.
  • બાહ્ય મૂલ્યાંકન માટે આવનાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીને પોતાની ફરજ પર ઓન-ડ્યુટી ગણવાની રહેશે.
  • શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત બાહ્ય-મૂલ્યાંકન માટે અત્રેની કચેરીથી જે તે જિલ્લા કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. - બાહ્ય મૂલ્યાંકન અંગેના આયોજનની વિગત અત્રેની કચેરીએ મોકલવાની રહેશે.
  • સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ વિગતવાર માર્ગદર્શિકા મુજબ બાહ્ય-મૂલ્યાંકન જાન્યુઆરી માસમાં પૂર્ણ કરવાનું રહેશે. બાહ્ય- મૂલ્યાંકન માટે માર્ગદર્શિકા જણાવ્યા આધારોની ચકાસણી કરવાની રહેશે. >NIEPA નવી દિલ્હીના શાળા સિઢી અંગેનું પોર્ટલ અપડેટ કરવા અર્થે કાર્યરત છે. જેથી બાહ્ય-મૂલ્યાંકન થનાર શાળાઓની વિગત અંગેની કોપી ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર પાસે રાખવાની રહેશે, જયારે બાહ્ય- મૂલ્યાંકન અંગેનું પોર્ટલ ઓપન થાય ત્યારે સી.આર.સી.કો.ઓર્ડીનેટરએ આ વિગત પોર્ટલ પર ભરવાની રહેશે. - શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન માધ્યમિક શાળાઓમાં થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કરવા અર્થે આનુસંગિક ખર્ચ માટે પ્રતિ શાળા દીઠ ૧૦૦રૂપિયા ફાળવી આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૧-૨૨ની સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓ (બાહ્ય મૂલ્યાંકન શાળાઓ) માટે મૂલ્યાંકનકાર તરીકે જનાર ૩-૩ સભ્યોને પુરસ્કાર પેટે પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦૦/- રૂપિયા લેખે ગ્રાન્ટ જિલ્લા કક્ષાને ફાળવવામાં આવેલ છે. - સદર ગ્રાન્ટ ઓડીટેબલ હોઈ રાજ્ય સરકારના પ્રવર્તમાન નાણા ખર્ચના નિયમોને આધિન રહીને ગ્રાન્ટ ખર્ચ કરવાનો રેહેશે.

How to register for 2022 School Siddhi in site

Video in youtube ▶️

Shaala siddhi.niepa.ac.in registration 2022 step video.

Pariptras Download 



Post a Comment

0 Comments